Gujarat વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારી કર્મચારી સંગઠનોની મહાઆંદોલનની જાહેરાત, સોમવારે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં

|

May 08, 2022 | 11:52 PM

ગુજરાતના સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનોની પાંચ જેટલી મુખ્ય માગણીઓ સાથે આંદોલનના મંડાણ શરૂ કર્યા છે..જેમાં જૂની પેન્શન યોજનાને સત્વરે લાગુ કરવી.તેમજ સાતમા પગાર પંચનો કર્મચારીઓને લાભ આપવો.ઉપરાંત ફિક્સ પગાર યોજના નાબૂદ કરવાની સાથે જ અન્ય કેડરની પણ સળંગ સર્વિસ ગણવાની માગણી છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પૂર્વે પડતર માંગણીઓને લઇને રાજ્યના 72 સરકારી કર્મચારી(Government Union)સંગઠનો એક મંચ પર આવશે. જેમાં સોમવારે  ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પડતર માંગણીઓને લઇને સંયુક્ત કર્મચારી મોરચો મહાઆંદોલન(Protest)  કરશે.સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 10થી 2 વાગ્યા સુધી ધરણાં યોજવાની જાહેરાત કરી.જેની બાદ કર્મચારી મંડળના આગેવાનો CM ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપશે. આ મહાઆંદોલનમાં ગુજરાતના 72 સરકારી કર્મચારી સંગઠનના 7 લાખ કર્મચારીઓ જોડાશે.જેમાં આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય, સચિવાલય સહિતના વિભાગના કર્મચારીઓ પોતાની માગણીઓને લઈ પ્રદર્શન કરશે.જો સરકાર કોઈ ચોક્કસ હકારાત્મક જવાબ નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવશે.

ગુજરાતના સંયુક્ત કર્મચારી મોરચાના આગેવાનોની પાંચ જેટલી મુખ્ય માગણીઓ સાથે આંદોલનના મંડાણ શરૂ કર્યા છે..જેમાં જૂની પેન્શન યોજનાને સત્વરે લાગુ કરવી.તેમજ સાતમા પગાર પંચનો કર્મચારીઓને લાભ આપવો.ઉપરાંત ફિક્સ પગાર યોજના નાબૂદ કરવાની સાથે જ અન્ય કેડરની પણ સળંગ સર્વિસ ગણવાની માગણી છે..આ અન્ય કેડરોને પણ ઉચ્ચતર પગાર ધોરણ મળવું જોઈએ..

આ પૂર્વે ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવાની માગ સાથે 50 હજારથી વધુ  શિક્ષકોએ  ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શુક્રવારે ધરણા કર્યા હતા. શિક્ષકો દ્વારા જૂની પેંશન યોજના અને પડતર પ્રશ્નોના મુદ્દે ધરણાં યોજવામાં આવ્યા હતા. તેમજ 4200 ગ્રેડ પે આપવાની શિક્ષકોની માગ છે. જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અમદાવાદ મનપાના શિક્ષકો ધરણામાં હાજર રહ્યા હતા.

(With Input Jignesh Patel) 

Published On - 11:39 pm, Sun, 8 May 22

Next Video