Gujarat Election: TV9ના સત્તા સંમેલનમાં સી.આર. પાટીલે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ, કહ્યું ‘CMનો ચહેરો ભુપેન્દ્ર પટેલ જ રહેશે’

Gujarat Election: TV9ના સત્તા સંમેલનમાં સી.આર. પાટીલે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ, કહ્યું ‘CMનો ચહેરો ભુપેન્દ્ર પટેલ જ રહેશે’

| Edited By: | Updated on: Oct 01, 2022 | 4:33 PM

TV9 ગુજરાતીના મંચ પર ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યા હતા. સી.આર. પાટીલે (CR Patil) TV9ના સત્તા સંમેલનના મંચ પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ રેકોર્ડબ્રેક બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) ખૂબ જ નજીક છે. ત્યારે TV9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલનનું (sattanu sammelan) આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો મંચ પર જોવા મળશે. ભાજપ દ્વારા ગુજરાતમાં જીત મેળવવા માટે જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે TV9 ગુજરાતીના મંચ પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યા હતા. સી.આર. પાટીલે (CR Patil) TV9ના સત્તા સંમેલનના મંચ પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ રેકોર્ડબ્રેક બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. સી.આર. પાટીલે આ મંચ પર એમ પણ જણાવ્યુ હતુ કે આ ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકેનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) જ રહેશે.

ગુજરાત ચૂંટણી પર TV9ના વિશેષ કાર્યક્રમ સત્તા સંમેલનમાં રાજકીય દિગ્ગજો એક મંચ પર જોવા મળી રહ્યા છે. ત્યારે સત્તા સંમેલનમાં સી.આર. પાટીલ મંચ પર હાજર રહ્યા હતા. સી.આર. પાટીલે આ મંચ પરથી જણાવ્યુ હતુ કે ભાજપના કાર્યકરો રાજ એટલા માટે કરે છે કેમકે તેઓ સત્તામાં આવીને પ્રજાની સેવા કરવા માગે છે. હેતુ શુદ્ધ હોવાના કારણે જીતના સંકલ્પ સાથે કામ થાય છે, તેથી જ ભાજપની જીત નિશ્ચિત બને છે. તેમણે કહ્યું કે અમે દરેક બેઠક જીતવા માટે અલગ રણનીતિ બનાવીએ છીએ. અમારા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમારી પાસે વર્ષોથી જોડાયેલા કાર્યકરો અને આગેવાનો છે.

Published on: Oct 01, 2022 01:19 PM