Gujarat Election: કલોલમાં અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર, ‘કોંગ્રેસ પોતોના રાજમાં માત્ર રુપિયા બનાવવામાં વ્યસ્ત હતી’

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો (Amit shah) ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પોતાના પ્રવાસના બીજા દિવસે તેઓ ગાંધીનગરમાં (Gandhinagar) વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Sep 27, 2022 | 2:16 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ફરી એકવાર તેઓ ગુજરાત પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પોતાના પ્રવાસના બીજા દિવસે તેઓ ગાંધીનગરમાં (Gandhinagar) વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. અમિત શાહ આજે સવારે ગાંધીનગર જિલ્લાના કલોલમાં પહોંચ્યા હતા. કલોલમાં અમિત શાહે KRIC કોલેજ દ્વારા નિર્માણ પામનારી 750 બેડની આધુનિક હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યુ હતુ.

અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કલોલમાં હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા હતા. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે કોંગ્રેસના નેતા જ્યારે રાજ કરતા હતા ત્યારે માત્ર રૂપિયા બનાવવામાં જ વ્યસ્ત હતા. PM મોદીના આવ્યા બાદ પરિસ્થિતિ સુધરી અને મેડિકલ કોલેજોની સંખ્યા પણ વધી. 8 વર્ષના ટૂંકાગાળામાં આરોગ્ય ક્ષેત્રે સુવિધા વધારવામાં આવી છે તથા મોદી સરકારે 22 નવી AIIMS બનાવવાની યોજના પણ શરૂ કરી છે.

શું છે હોસ્પિટલની ખાસિયત ?

મહત્વનું છે કે અમિત શાહના મત વિસ્તાર કલોલમાં GCIના નિયમો આધારિત વૈશ્વિક કક્ષાની હોસ્પિટલ બનશે. 750 બેડની હોસ્પિટલમાં તમામ બેડમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી ખાસ વ્યવસ્થા ઉભી કરાશે. 7 માળની આધુનિક હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ હશે, તથા દર્દીઓના સગા માટે વિસામાની વ્યવસ્થાનું પણ ખાસ આયોજન કરવામાં આવશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati