Gujarat Election 2022 : 11 કરોડ યુવાનોને 10 હજાર કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપી- પીએમ મોદી

Gujarat Election 2022 : 11 કરોડ યુવાનોને 10 હજાર કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપી- પીએમ મોદી

| Edited By: | Updated on: Nov 27, 2022 | 6:33 PM

પીએમ યશસ્વી યોજના દ્વારા લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે. જેમા ખાસ કરીને પછાત વર્ગના બાળકોને, આદિવાસી બાળકોને, દલિત બાળકોને સ્કોલરશીપ અને કોઈપણ પ્રકારની કટકી કંપની વિના ગયા વર્ષમાં 11 કરોડથી વધુ યુવાઓને 10 હજાર કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ભરૂચના નેત્રંગ બાદ ખેડામાં ચૂંટણી સભા સંબોધી હતી. દિલ્હી પહોંચ્યા બાદ મારા મનમાં એક જ ભાવ રહ્યો હતો કે દેશના છેવાડાના માનવીનુ કલ્યાણ કેમ થાય, છેવાડાના વિસ્તારોનું કલ્યાણ કેમ થાય, આઝાદીના 75 વર્ષ બાદ પણ જે લોકો પાછળ રહી ગયા છે, જે વિસ્તારો પાછળ રહી ગયા છે, જે સમાજ પાછળ રહી ગયો છે. એમની ચિંતા કરી સાચા અર્થમાં અમે અમારી સરકારને ગરીબો માટે સમર્પિત કરી દીધી. વડાપ્રધાને કહ્યુ ગરીબ યુવાઓને સંસાધનોની તકલીફ ન પડે એ માટે પીએમ યશસ્વી યોજના દ્વારા લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે. જેમા ખાસ કરીને પછાત વર્ગના બાળકોને, આદિવાસી બાળકોને, દલિત બાળકોને સ્કોલરશીપ અને કોઈપણ પ્રકારની કટકી કંપની વિના ગયા વર્ષમાં 11 કરોડથી વધુ યુવાઓને 10 હજાર કરોડ રૂપિયાની સ્કોલરશીપ આપી છે.

સામાન્ય વર્ગ માટે 10 ટકા અનામત આપવાનુ કામ સરકારે કર્યુ: પીએમ મોદી

વડાપ્રધાને કહ્યુ આપણે શાંતિ, એક્તા, સદ્દભાવને વળગેલા છીએ, આપણે સહુનો સાથ, સૌના વિકાસના મંત્રને વરેલા છીએ અને તેથી જ સમાજમાં આંતરિક સંઘર્ષ ન થાય, ઝઘડા ન થાય ભેદભાવ ન થાય, સહુને સાથે રાખીને ચલાય. લાંબા સમયથી એક માગ હતી કે જે સામાન્ય વર્ગના લોકો છે તેમા પણ ગરીબો છે, એ ગરીબોનુ કોણ જુએ? મારે ગરીબીની ચોપડી નથી વાંચવાની, મે ગરીબી જોયેલી છે. એના કારણે સામાન્ય વર્ગ માટે 10 ટકા અનામત આપવાનુ કામ પણ સરકારે કરી દીધુ. હવે સામાન્ય વર્ગના લોકો પણ 10 ટકા રિઝર્વેશન આપવામાં આવ્યુ.

OBC સમાજની સમસ્યાના નિરાકરણ માટે માટે રાષ્ટ્રીય પછાત આયોગ બનાવ્યુ- પીએમ મોદી

વડાપ્રધાને કહ્યુ OBC સમાજ જેને આપણે ત્યાં બક્ષીપંચના લોકો જેને કહે છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ બક્ષીપંચના લોકો માટે અલગ કમિશન બનાવવા માટે માગણી કરવામાં આવી. લોકો જાય મળે, સંસદમાં ભાષણો કરે બધુ જ કરે, આટલા વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યુ, પરંતુ આપણા જેવા પછાત સમાજના લોકોના એમને દર્શન ન થયા. એમને ખબર જ ન પડી કે આમની પણ કંઈ અપેક્ષા હોય. પરંતુ આ તમારો દીકરો દિલ્હી બેઠો અને રાષ્ટ્રીય પછાત આયોગ આપણે બનાવ્યુ અને તેમને બંધારણીય અધિકાર પણ આપ્યા. જેથી કરીને ઓબીસી સમાજની સમસ્યાના નિરાકરણ માટે એક મજબૂત વ્યવસ્થા ઉભી થાય.