Gujarat Election 2022: પાટણમાં ચાણસ્મા તાલુકા કોંગ્રેસમાં મોટુ ભંગાણ, કોંગ્રેસ નેતા ચેહુજી ઠાકોર અને એ.જે.પટેલે ભાજપમાં જોડાયા

|

Nov 22, 2022 | 5:16 PM

Gujarat Election 2022: પાટણ જિલ્લા કોંગ્રેસમાં મોટુ ભંગાણ સર્જાયુ છે. કોંગ્રેસના ચેહુજી ઠાકોર અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ.જે. પટેલ ભાજપમાં જોડાયા છે. આ બંને નેતાઓના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.

પાટણના ચાણસ્મા તાલુકામાં કોંગ્રેસ માં મોટુ ભંગાણ સર્જાયુ છે. કોંગ્રેસના બે કદાવર નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ચેહુજી ઠાકોર અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ એ.જે. પટેલ ભાજપમાં જોડાયા છે. જેપી નડ્ડાની હાજરીમાં બંને નેતાઓએ કમલમમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે બંને નેતાઓ ભાજપમાં જોડાયા છે. ચેહુજી ઠાકોરને ચાણસ્મા બેઠક પરથી ટિકિટ ન મળતા પક્ષપલટો કર્યો છે.

ચાણસ્મા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સભા પણ હતી એ પહેલા આ બંને કોંગ્રેસના કદાવર નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આ બેઠક પર જાતિગત સમીકરણની જો વાત કરવામાં આવે તો અહીં ઠાકોર સમાજ અને પાટીદાર સમાજના મતદારોનું ઘણું પ્રભુત્વ છે. ચેહુજી ઠાકોરે આ બેઠક પરથી કોંગ્રેસમાં દાવેદારી કરી હતી અને અહીંથી પ્રબળ દાવેદાર ગણાતા હતા પરંતુ તેમને કોંગ્રેસે ટિકિટ ન આપતા તેમને મોટો આંચકો લાગ્યો હતો. તો બીજી તરફ એ.જે. પટેલ જેને પાટીદારના નેતા ગણવામાં આવે છે. અને ચોર્યાસી સમાજના ખૂબ મોટા દાવેદાર નેતા હતા. આ બંને નેતાઓ કોંગ્રેસથી નારાજ હતા. બંને નેતાઓ ચાણસ્માથી પ્રબળ દાવેદાર ગણાતા હતા. તેમને ટિકિટ નહોંતી મળી તેને લઈને હાલમાં જેપી નડ્ડાની હાજરીમાં બંને નેતાઓએ પક્ષપલટો કરી લીધો છે.

આ બંને નેતાઓના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને ઘણો મોટો ફટકો કહી શકાય અને 1 લાખથી વધુ મતદારોને ખેંચવા માટેનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્ચો છે. તો ઠાકોર અને પાટીદાર વોટબેંકનો ઝુકાવ ભાજપ તરફી રહેશે કે કોંગ્રેસે તરફી તે પણ જોવુ રહેશે.

ઈનપુટ ક્રેડિટ- સુનિલ પટેલ- ચાણસ્મા

 

Next Video