કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વાયરલ વીડિયો મુદ્દે કરી સ્પષ્ટતા કહ્યુ ભાજપે એડિટિંગ કરીને વીડિયો વાયરલ કર્યો

Gujarat Election 2022: જેમ-જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમતેમ પ્રચાર વધુ આક્રમક બની રહ્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વાયરલ વીડિયો મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી કે એ વીડિયો જૂનો છે અને ભાજપે એડિટિંગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2022 | 11:30 PM

પાટણની સિદ્ધપુર બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાના વાયરલ વીડિયો મુદ્દે સ્પષ્ટતા કરી છે. તેમણે ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ વીડિયો જૂનો છે. ભાજપે એડિટિંગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તેમણે કહ્યું કે- સીએમ કક્ષાએથી આ પ્રકારના જૂના વીડિયો વાયરલ કરીને ભાજપ કોમવાદ અને જાતિવાદનું કામ કરે છે. તેમણે કહ્યું કે- આવી સભા હાલમાં થઈ જ નથી. સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર હાર ભાળી ગયા હોવાથી આવા વીડિયો વાયરલ કરીને ચૂંટણી સમયે હિન્દુ-મુસ્લિમ કરીને મત ભેગા કરવા માગે છે.

ગુજરાત ચૂંટણી 2022: ભાજપે ચંદનજીના નિવેદન મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

ચંદનજીએ  જણાવ્યુ કે સી.એમ. ઓફિસમાંથી ટ્વીટ થાય એટલે ગુજરાતની સમગ્ર જનતા, ગુજરાતના લોકોને આવા વીડિયો વાયરલ કરીને શું સંદેશ આપવા માગે છે ?

જોકે ચંદનજીના આ વાયરલ વીડિયો મામલે તેમની મુશ્કેલી વધી શકે છે. ભાજપે ચંદનજી ઠાકોરના નિવેદન મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને વિવાદી વીડિયો અંગે ભાજપે જનપ્રતિનિધિ અધિનિયમ 1951 હેઠળ ફરિયાદ કરી છે. જેમા વીડિયો રોકોર્ડિંગ RO પાસે તપાસવા માટેની રજૂઆત કરાઈ છે. તપાસ બાદ કડક પગલા લેવા ભાજપે રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે ચંદનજી ઠાકોરના આ નિવેદનને વખોડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પલટવાર કર્યો હતો. સીએમએ કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોરના વાયરલ વીડિયો મુદ્દે નિશાન સાધતા નિવેદનને અતિ શરમજનક ગણાવ્યુ  સીએમએ પ્રહાર કર્યો કે હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. સીએમએ જણાવ્યુ કે કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેને હારથી કોઈ બચાવી નહીં શકે.

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">