Gujarat Election 2022: ગુજરાતની ચૂંટણીમાં ‘આફતાબ’ બાદ હવે ‘પાકિસ્તાન’ની એન્ટ્રી, જાણો કેન્દ્રના મંત્રી કૈલાશ ચૌધરીએ અંબાજીમાં શું કહ્યું?

|

Nov 23, 2022 | 9:48 AM

ગુજરાતની ચૂંટણીઓમાં આફતાબ બાદ હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું હતું કે પાકિસ્તાન નથી ઇચ્છતું કે ગુજરાતમાં ભાજપની સરકાર બને. થોડા દિવસ અગાઉ આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વાએ નિવેદન આપ્યું હતું કે

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પાકિસ્તાનની પણ એન્ટ્રી થઈ છે અંબાજીમાં કેન્દ્રના રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન કૈલાશ ચૌધરીએ પાકિસ્તાનનો મુદ્દો છંછેડ્યો હતો.  કૃષિ પ્રધાન કૈલાશ ચૌધરીએ જણાવ્યું  હતું કે ગુજરાતની ચૂંટણી અને તેના પરિણામ પર પાકિસ્તાનની સીધી નજર છે. ભાજપ રાષ્ટ્રવાદી પાર્ટી છે અને પાકિસ્તાન નથી ઈચ્છતું કે ગુજરાતમાં ભાજપની સરકાર બને.  તાજેતરમાં જ રાષ્ટ્રીય સ્તરે  ચર્ચાસ્પદ રહેલા  શ્રદ્ધા મર્ડરે કેસનો ઉલ્લેખ પણ ગુજરાતના ચૂંટણીમાં થયો હતો.

ગુજરાત ચૂંટણી 2022: કચ્છમાં આસામના  મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ  કર્યો હતો આફતાબનો ઉલ્લેખ

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કચ્છની રેલીમાં વિવાદિત નિવેદન કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હિમંતા બિસ્વા સરમાએ શ્રદ્ધા હત્યા કેસને ભયાનક લવ જેહાદનો કેસ ગણાવ્યો છે. આ સાથે તેમને જણાવ્યું કે દેશમાં મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે. આ સ્થિતિમાં સમાજનું રક્ષણ કરવું મુશ્કેલ બનશે. દેશને સશક્ત બનાવવા અને સમાજનું રક્ષણ કરવા માટે સશક્ત નેતૃત્વની જરૂર છે. ગુજરાત અને દેશમાં ભાજપને જીતાડી દેશને સશક્ત નેતૃત્વ પુરૂ પાડવા હિમંતા બિસ્વા સરમાએ જનતાને અપીલ કરી છે.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Next Video