Gujarat Election 2022 : હવે તો સેમિકન્ડક્ટર પણ ગુજરાતમાં બનશે : પીએમ મોદી

|

Nov 23, 2022 | 7:05 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં ભાજપે સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં ફોજ ઉતારી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજો આજે જનસભા થકી ગુજરાત ગજવી રહ્યા છે. જેમાં વડોદરા પીએમ મોદી સરકારે કરેલા વિકાસ કાર્યો ગણાવ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે હવે ગુજરાતમાં સેમિકંડર પણ બનશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં ભાજપે સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં ફોજ ઉતારી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજો આજે જનસભા થકી ગુજરાત ગજવી રહ્યા છે. જેમાં વડોદરા પીએમ મોદી સરકારે કરેલા વિકાસ કાર્યો ગણાવ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે હવે ગુજરાતમાં સેમિકંડર પણ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં પ્રચાર કરી ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોના સહારે ફરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે જ વડોદરાના વિકાસનું વિઝન પણ રજૂ કર્યું. વડાપ્રધાને જણાવ્યું કે ભાજપ સરકારના રાજમાં ગુજરાત આજે ઓટો હબ, પેટ્રો હબ, કેમિકલ હબ અને ફાર્મા હબ બની ગયું છે. વડોદરામાં 300 કરોડ કરતા વધુ મુડીરોકાણવાળી ડઝનબંધ કંપનીઓ છે, ઘણી જગ્યાઓએ એકપણ નથી હોતી. તેમણે કહ્યું કે વડોદરામાં સાઈકલ બને છે, બાઈક પણ બને છે, રેલવે બને છે અને હવે હવાઈ જહાજ પણ બનશે. વડોદરા, હાલોલ, કાલોલ, દાહોદ એમ તમામને જોડતો હાઈટેક એન્જિયરિંગ કોરીડોર પણ બની રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસમાં ઝંઝાવાતી પ્રચાર કરતા સમગ્ર ગુજરાતને ખૂંદી વળ્યા. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણામાં સભા સંબોધતા કોંગ્રેસના મોડલને જાતિવાદી, પરિવારવાદી અને ભ્રષ્ટાચારી ગણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે લોકોને પછાત રાખવા એ જ કોંગ્રેસની ઈચ્છા છે તો મધ્ય ગુજરાતના દાહોદમાં બીજી સભા સંબોધતા આદિવાસી મતબેંકને રિઝવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. આદિવાસી મહિલા ઉમેદવાર દ્રોપદી મુર્મૂને કોંગ્રેસે સમર્થન ન આપ્યું હોવાનું કહીને આકરા પ્રહાર કર્યા. જ્યારે વડોદરામાં વિકાસનો મંત્ર ફૂંકતા કહ્યું કે ગુજરાત ઓટો, પેટ્રો, કેમિકલ અને ફાર્મા હબ બની ગયું છે

 

Next Video