Gujarat Election 2022 : વડોદરાના સાવલી બેઠકના ભાજપ ઉમેદવાર કેતન ઇનામદારની જંગી રેલી

|

Dec 03, 2022 | 3:57 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાન મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમાં આજે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જેમાં વડોદરાના સાવલી બેઠક પરના ભાજપ ઉમેદવાર કેતન ઇનામદારે પ્રચાર કર્યો હતો. તેમણે સાવલી વિસ્તારમાં ડેસરના સમગ્ર વિધાનસભા વિસ્તારને આવરી લેતી રેલી યોજી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાન મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. જેમાં આજે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જેમાં વડોદરાના સાવલી બેઠક પરના ભાજપ ઉમેદવાર કેતન ઇનામદારે પ્રચાર કર્યો હતો. તેમણે સાવલી વિસ્તારમાં ડેસરના સમગ્ર વિધાનસભા વિસ્તારને આવરી લેતી રેલી યોજી હતી. તેમજ આ દરમ્યાન તેવો 50 હજારથી વધુ મતથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

જ્યારે  શુક્રવારે વડોદરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભવ્ય રોડ શો કર્યો હતો…ત્રણ વિધાનસભા વિસ્તારમાં અંદાજે 3 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો.અપ્સરા સિનેમા પ્રતાપનગરથી રોડ શોની શરૂઆત થઇ ચોખંડી,માંડવી,ચાંપાનેર,કોયલી ફળિયા થઇ જ્યૂબેલી બાગે રોડ શો પૂર્ણ થયો હતો. મોટી સંખ્યામાં શહેરીજનોએ જોડાઇને અમિત શાહના રોડ શોને ભવ્ય બનાવી દીધો હતો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. અને બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવશે. જો કે આ પહેલા જ ભાજપે લોકસભા ચૂંટણી 2024 ની તૈયારી શરૂ કરી છે. 5 ડિસેમ્બરે ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. જેમાં તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાગ લેશે તેવી માહિતી મળી રહી છે.

Next Video