Gujarat Election 2022: PM Modi પર કોંગ્રેસના અંગત શાબ્દિક હુમલા યથાવત, રાવણ બાદ હવે ભસ્માસુરનો પ્રયોગ, ભાજપે કહ્યું જનતા આપશે જવાબ

કર્ણાટકના પૂર્વ સાંસદ બીએસ ઉગ્રપ્પા એક સભા દરમિયાન એટલા ઉગ્ર થઈ ગયા હતા કે તેમણે PMને ભસ્માસુર કરી નાખ્યા હતા જે બાદ ભાજપે પણ પલટવાર કરતા જણાવ્યુ હતું કે જનતાએ પોતાના મતનો ઉપયોગ કરીને આવા લોકોને જવાબ વાળવાની જરૂર છે

Gujarat Election 2022: PM Modi પર કોંગ્રેસના અંગત શાબ્દિક હુમલા યથાવત, રાવણ બાદ હવે ભસ્માસુરનો પ્રયોગ, ભાજપે કહ્યું જનતા આપશે જવાબ
PM Narendra Modi Image Credit source: TV9 Digital GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 1:21 PM

PM નરેન્દ્ર મોદી પર કોંગ્રેસના અંગત હુમલા યથાવત જ છે. રાવણ બાદ હવે કોંગ્રેસના નેતાએ વડાપ્રધાન મોદીને ભસ્માસુર કહેતા વિવાદ વકર્યો છે. કર્ણાટકના પૂર્વ સાંસદ બીએસ ઉગ્રપ્પા એક સભા દરમિયાન એટલા ઉગ્ર થઈ ગયા હતા કે તેમણે PMને ભસ્માસુર કરી નાખ્યા હતા જે બાદ ભાજપે પણ પલટવાર કરતા જણાવ્યુ હતું કે જનતાએ પોતાના મતનો ઉપયોગ કરીને આવા લોકોને જવાબ વાળવાની જરૂર છે. 2017માં ભસ્માસુરનો પ્રયોગ તેમજ બીજા ઘણા એવા શબ્દોને પ્રયોગ તઈ ચુક્યો છે કે જેણે ચૂંટણીની બાજી પલટી નાખી હતી. અમદાવાદમાં એક રેલીને સંબોધિત કરતી વખતે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પીએમ મોદી લોકોને તમામ ચૂંટણીઓમાં “તેમનો ચહેરો જોઈને” મત આપવાનું કહે છે. “શું તમે રાવણ જેવા 100 માથાવાળા છો?”

તેમની આ ટિપ્પણી પર પીએમ મોદીએ વળતો જવાબ આપતા કહ્યું કે, હું ખડગે જીનું સન્માન કરું છું. તેઓ માત્ર તે જ કહેશે જે તેમને કહેવા માટે કહેવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીને ખબર નથી કે આ રામ ભક્તોનું ગુજરાત છે. રામભક્તોની ભૂમિમાં તેમને મોદીજીને 100 માથાવાળા રાવણ કહેવાનું કહેવામાં આવ્યું હતું. જો તેઓ લોકશાહીમાં માનતા હોત, તો તેઓ ક્યારેય આ સ્તર સુધી નીતે ના ઉતર્યા હોત. તેઓ લોકશાહીમાં નહીં પણ એક પરિવારમાં માને છે. તેઓ એક પરિવારને ખુશ કરવા કંઈ પણ કરી શકે છે અને તે પરિવાર તેમના માટે સર્વસ્વ છે, લોકશાહી નહીં.

કોંગ્રેસના નેતા બીએસ ઉગ્રપ્પા પણ આ દિવસોમાં કર્ણાટકની ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે UCCનો મુદ્દો ભાજપે ત્યારે ઉપાડ્યો કે જ્યારે ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે. તેમણે કર્ણાટકની સ્થાનિક સરકાર પણ પ્રહારો કરવાના બાકી નોહતા રાખ્યા. એક પત્રકાર પરિષદમાં તેમમે જણાવ્યું કે ભાજપ લોકશાહીનું પાલન નથી કરી રહી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પરીક્ષાઓના સંચાલનમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા, ઉગ્રપ્પાએ કહ્યું હતું કે રાજ્યમાં યોજાયેલી નર્સિંગ પરીક્ષામાં છેતરપિંડી થઈ હતી, જેમાં દરેકના ઈન્ચાર્જને ઓછામાં ઓછા 25 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જોકે, છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપોને પગલે પરીક્ષા રદ કરવામાં આવી હતી. ઉગ્રપ્પાએ કહ્યું, ‘2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ હારનો સ્વાદ ચાખશે. ‘કોંગ્રેસ વાસ્તવિક હિન્દુત્વનું પાલન કરી રહી છે. આરએસએસ અને ભાજપ જ અસલી હિન્દુ વિરોધી સંગઠનો છે.કોંગ્રેસે ભાજપ પર નકલી હિન્દુત્વને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">