Gujarat Election 2022 : દહેગામ વિધાનસભા બેઠક પરથી કામિનીબા રાઠોડે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું

|

Nov 21, 2022 | 8:32 PM

કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ કૉંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા. તેમજ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેના પગલે કૉંગ્રેસમાં દોડધામ જોવા મળી હતી.કૉંગ્રેસના અગ્રેણી નેતાઓ સમજાવ્યા બાદ કામિનીબાએ પોતાનું અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે. તેમજ આજે બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. જેમાં આજે અનેક બેઠકો પરથી ઉમેદવારો ઉમેદવારી પત્રો પરત લીધા છે. જેમાં આજે ગાંધીનગરની દહેગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને ખુબજ ઉતાર ચઢાવ જોવા પડ્યા છે.અહીં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ કૉંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા. તેમજ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેના પગલે કૉંગ્રેસમાં દોડધામ જોવા મળી હતી.કૉંગ્રેસના અગ્રેણી નેતાઓ સમજાવ્યા બાદ કામિનીબાએ પોતાનું અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.

આજે ફોર્મ પરત ખેંચવા માટેનો અંતિમ દિવસ હતો. નોંધનીય છે કે, કોંગ્રેસે દહેગામ વિધાનસભા બેઠક પરથી વખતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. જેથી પૂર્વ ધારાસભ્ય કામિનીબા કોંગ્રેસથી નારાજ થયા હતા.

દેવગઢ બારિયા બેઠકના એનસીપી ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી પત્ર પાછું ખેચ્યું

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : આ ઉપરાંત આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો. જેમાં આજે મેજર અપસેટમાં દેવગઢ બારિયા વિધાનસભા બેઠકના એનસીપી ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી પત્ર પાછું ખેચ્યું છે. જેમાં આજે ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખે એનસીપી ઉમેદવારે પરત ફોર્મ ખેચ્યું છે. જો કે મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાં 3 બેઠકો એનસીપીને ફાળવી હતી. જેમાં દેવગઢ બારિયા બેઠક પર એનસીપી ઉમેદવાર તરીકે ગોપસિંહ લવારની પસંદગી કરાઈ હતી. જ્યારે અંતિમ દિવસે ગોપસિહ લવારએ પોતાનો ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયું છે.

 

ગુજરાત ઇલેકશન 2022 :

Next Video