ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: 4G અને 5G સુવિધાઓથી સજજ છે જોકે તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધા મળતી નથી. ત્યારે હવે ચૂંટણીના સમયમાં બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ચૂંટણીપંચે વાયરલેસ અને વીડિયો રેકોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. બનાસકાંઠાની દાંતા વિધાનસભામાં અરવલ્લીની ગિરિકંદરાથી ઘેરાયેલા 18 મતદાન મથકમાં ઈન્ટરનેટ નેટવર્ક પહોંચતું નથી. આ સંજોગોમાં ચૂંટણી પંચે વાયરલેસ અને વીડિયો રેકોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. દાંતા બેઠકના વસી, દીવડી, ધરેડા, વાવપીપળા સહિતના ગામના મોબાઈલ કનેક્ટિવિટી મળતી નથી ત્યારે તંત્રએ વાયરલેસની મદદથી સંપર્ક અધિકારીઓ એકબીજા સાથે સંપર્કમાં રહે અને મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તેવી ખાસ તૈયારી કરી છે.
બનાસકાંઠાની દાંતા વિધાનસભામાં અરવલ્લીની ગિરિકંદરાથી ઘેરાયેલા 18 મતદાન મથકમાં ઈન્ટરનેટ નેટવર્ક પહોંચતું નથી ત્ચૂારે ચૂંટણી સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી હતી.
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો