Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કેજરીવાલને આપી ચેલેન્જ, કહ્યું ગુજરાતમાં AAPનું ખાતુ પણ નહીં ખૂલે

|

Nov 24, 2022 | 11:15 PM

Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે ગુજરાતીમાં વીડિયો રેકોર્ડ કરી અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપી છે કે કેજરીવાલ ગુજરાતમાં તમને એકપણ બેઠક નહીં મળે, આપનું ગુજરાતમાં ખાતુ પણ નહીં ખૂલે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. રઘુ શર્માએ જણાવ્યુ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખાતુ પણ નહીં ખોલાવી શકે. ગુજરાતીમાં વીડિયો બનાવી રઘુ શર્માએ અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે કેજરીવાલ ગુજરાતમાં તમારુ ખાતુ પણ નહીં ખૂલે. રઘુ શર્માએ આક્ષેપ કર્યો છે કે આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે.

રઘુ શર્માં લેખિતમાં આપ્યુ કે ગુજરાતમાં આપનું ખાતુ પણ નહીં ખૂલે

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ લેખિતમાં આપ્યુ છે કે આપનું ગુજરાતમાં ખાતુ પણ નહીં ખૂલે. તેમણે જણાવ્યુ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એકપણ સીટ નહીં આવે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો મારો વધી રહ્યો છે આ અગાઉ કેજરીવાલે નિવેદન આપ્યુ હતુ કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ મળેલા છે અને તે બંનેમાંથી કોઈ ગુજરાતીઓનું ભલુ નહીં કરે તો બીજી તરફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને પણ કોંગ્રેસે ભાજપની સી ટીમ ગણાવી હતી. ત્રણેય પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે.

ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ ફાવશે નહીં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ પુરી તાકાતથી તમામ 182 બેઠક પર ચૂંટણી લડી રહી છે. ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓ આપને નકારી રહ્યા છે અને કહી રહ્યા છે ગુજરાતમાં ક્યારેય કોઈ ત્રીજો પક્ષ ચાલ્યો નથી આથી આ વખતે પણ સ્પર્ધા માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે.

Next Video