Gujarat Election 2022 : ગરબાડામાં પંજો હોવાથી વિકાસ રૂંધાયો : અમિત શાહ

|

Nov 29, 2022 | 8:10 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કર્યો છે. જેમાં આજે દાહોદના ગરબાડામાં ચૂંટણી સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે ગરબાડાના મતદારો પંજાને પસંદ કરતા હોવાથી વિકાસ રૂંધાયો છે. જો કમળને ચૂંટશો તો વિકાસ કાર્યોમાં અનેકગણી સ્પીડ આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કર્યો છે. જેમાં આજે દાહોદના ગરબાડામાં ચૂંટણી સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે ગરબાડાના મતદારો પંજાને પસંદ કરતા હોવાથી વિકાસ રૂંધાયો છે. જો કમળને ચૂંટશો તો વિકાસ કાર્યોમાં અનેકગણી સ્પીડ આવશે. ભૂપેન્દ્ર પટેલની સરકારે આદિવાસી વિસ્તારો માટે એક લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે. જેનો મહત્તમ લાભ લેવા ગરબાડા વાસીઓને અમિત શાહે અપીલ કરી. તો વડાપ્રધાન મોદીએ દેશની સુરક્ષા, આતંકવાદના સફાયા, અર્થતંત્રના વિકાસ, રામ મંદિર સહિતના મુદ્દે અનેક મહત્વના પગલા ભર્યા હોવાનું પણ જણાવ્યું હતું.

કમળને ચૂંટશો તો વિકાસ કાર્યોમાં અનેકગણી સ્પીડ આવશે

અમિત શાહે સભા સંબોધી. જેમાં તેમણે જણાવ્યુ કે, દેશને આઝાદ કરવામાં આદિવાસીઓનું મોટુ બલિદાન છે. પણ કોંગ્રેસના સમયમાં આદિવાસીઓનું અપમાન થતુ હતુ. PM મોદીએ આદિવાસીઓને સન્માન અપાવ્યુ છે. ભાજપ સરકારે આદિવાસી સમાજની મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા છે.તેમણે  કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. સરકારના  બજેટનો  મહત્તમ લાભ લેવા ગરબાડા વાસીઓને અમિત શાહે અપીલ કરી. તો વડાપ્રધાન મોદીએ દેશની સુરક્ષા, આતંકવાદના સફાયા, અર્થતંત્રના વિકાસ, રામ મંદિર સહિતના મુદ્દે અનેક મહત્વના પગલા ભર્યા હોવાનું પણ જણાવ્યું.

Next Video