Gujarat Election 2022: રાજકોટ દક્ષિણ બેઠક માટે ખોડલધામના રમેશ ટીલાળાની ભાજપમાંથી દાવેદારી

|

Nov 05, 2022 | 3:51 PM

સૂત્રોએ જણાવ્યું હતું કે નરેશ પટેલ અને રમેશ ટીલાળાની ભાજપ (BJP) હાઇ કમાન્ડ સાથે મુલાકાત થઈ હતી. ખાસ ચાર્ડચ પ્લેનમાં આ દિગ્ગજો ભાજપ હાઇ કમાન્ડ સાથે મુલાકાત કરી હતી.

રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી છે. રાજકોટ શહેરની દક્ષિણ બેઠક હાઇ પ્રોફાઇલ બની છે અહીંથી ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી છે અને રમેશ ટીલાળાએ ભાજપ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હોવાની પણ ચર્ચા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નરેશ પટેલ અને રમેશ ટીલાળાની ભાજપ હાઇ કમાન્ડ સાથે મુલાકાત થઈ હતી. ખાસ ચાર્ડચ પ્લેનમાં આ દિગ્ગજો ભાજપ હાઇ કમાન્ડ સાથે મુલાકાત કરી હતી.

રાજકોટ દક્ષિણ બેઠક પર ભરત બોઘરા પણ કરી રહ્યા છે લોબિંગ

ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ બેઠકના પ્રબળ દાવેદાર છે તેમજ વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલે પણ રાજકોટ દક્ષિણથી ટિકિટ માગી છે. હવે જોવાનું એ છે કે નરેસ પટેલના વર્ચસ્વ અને રમેશ ટીલાળાની દાવેદારી વચ્ચે આ ટિકીટ કોના ફાળે જાય છે. દરમિયાન આજે  ગાંધીનગર ખાતે ભાજપની બેઠક ચાલી રહી છે. ત્યારે વિવિધ બેઠકો કોના ફાળે જશે તે અંગેની રૂપરેખા થોડા સમયમાં જ સ્પષ્ટ થઈ જશે.

નોંધનીય છે કે અગાઉ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. અલગ અલગ લોકો નરેશ પટેલને લઇને પોતાના મંતવ્યો વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી અને નરેશ પટેલના નિકટના સાથી રમેશ ટીલાળાએ મોટું નિવેદન આપતા કહ્યું હતું કે નરેશ પટેલ એક સામાજિક આગેવાન છે. સમાજમાં ખોડલધામ થકી તેઓએ નાનામાં નાના લોકોનું કામ કર્યું છે ત્યારે નરેશ પટેલે રાજકારણમાં ન આવવું જોઇએ અને લોકોની સેવા કરવી જોઇએ.

Published On - 1:13 pm, Sat, 5 November 22

Next Video