Gujarat Election 2022: ભાજપે ફોન કરીને બાકીના 16 ઉમેદવારને આપ્યા મેન્ડેટ, અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ માટે ફોર્મ ભરશે તેવી માહિતી

Gujarat Election 2022: ભાજપે ફોન કરીને બાકીના 16 ઉમેદવારને આપ્યા મેન્ડેટ, અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ માટે ફોર્મ ભરશે તેવી માહિતી

| Edited By: | Updated on: Nov 14, 2022 | 4:25 PM

ભાજપે (BJP) અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જો કે નામ જાહેર થતા જ ઉકળતા ચરૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં ઉચ્ચસ્તરીય મેરેથોન બેઠક યોજાઈ હતી.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ભાજપ તેમજ કોંગ્રેસના બાકી ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાનું કામ પૂર્ણ કરશે. જો કે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી વિવિધ પક્ષોમાં મથામણ ચાલી હતી. બીજી તરફ ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જો કે નામ જાહેર થતા જ ઉકળતા ચરૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં ઉચ્ચસ્તરીય મેરેથોન બેઠક યોજાઈ હતી. જેમાં તમામ બેઠક પરની ગુંચ ઉકેલાઇ ગઇ છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાકી રહેલા 16 ઉમેદવારને ટેલિફોનીક જાણ કરીને મેન્ડેટ આપવામાં આવ્યા છે.

ગુજરાત ઇલેકશન 2022 : 16 ઉમેદવારને ફોન કરીને કરાઇ જાણ

ભાજપના બાકી રહેલા ઉમેદવારોને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને 16 નામ જ જાહેર કરવાના બાકી છે. ગઈકાલે અમિત શાહે 4 કલાક સુધી કમલમમાં બેઠક કરી હતી. જેમાં બાકી રહેલા 16 નામની ગુંચ ઉકેલાઇ ગઇ હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે બાકી રહેલા 16 ઉમેદવારને ટેલિફોનીક જાણ કરી દેવામાં આવી છે. જે જે ઉમેદવારોએ ફોર્મ ભરવાના છે તેમને સૂચન કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત ઇલેકશન 2022 :  અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી લડી શકે છે ચૂંટણી

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. અલ્પેશ ઠાકોરને ફોન કરીને આ અંગેની જાણ કરી દેવામાં આવી હોય તેવી માહિતી છે. અલ્પેશ ઠાકોર 17 નવેમ્બરે ઉમેદવારી નોંધાવશે તેવી માહિતી છે. આજે રાત સુધીમાં ભાજપ સત્તાવાર રૂતે યાદી જાહેર કરશે.