Gujarat Election 2022 : વિરમગામમાં બોગસ વોટિંગ થયું હોવાનો લાગ્યો આરોપ, મહિલા મતદારનું મતદાન અન્ય કોઈ કરી ગયાનો દાવો

|

Dec 05, 2022 | 3:51 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે જેમા બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 50.51 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં વિરમગામમાં બોસ વોટિંગ થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મહિલા મતદારનું વોટિંગ કોઈ અન્ય વ્યક્તિ કરી ગયું હોવાનો આરોપ લાગ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે જેમા બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 50.51 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં વિરમગામમાં બોસ વોટિંગ થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મહિલા મતદારનું વોટિંગ કોઈ અન્ય વ્યક્તિ કરી ગયું હોવાનો આરોપ લાગ્યો હતો. વિરમગામની ધર્મ જીવન વિદ્યા નિકેતન શાળામાં બનાવાયેલા બૂથમાં આ ઘટના બની હોવાનુંસામે આવ્યું હતું. ચૂંટણી અધિકરીએ મહિલાને આ અંગે જાણ કરતા મતદાતા મહિલાએ બોગસ વોટિંગનો આરોપ મૂકીને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત ચૂંટણી 2022: કુલ 2 કરોડ 51 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર એટલે કે આજે થવાનું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે વિધાનસભાનો જંગ ખેલાવાનો છે. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરવાના છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે.

બીજા તબક્કામાં કેટલા ઉમેદવાર ?

બીજા તબક્કામાં 13 હજાર 319 મત કેન્દ્રો પર વેબ કાસ્ટિંગ થશે. તો પાટણમાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. નરોડા, બાપુનગર, અમરાઈવાડીમાં 2 BU (બેલેટ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવશે. કુલ 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો છે. સૌથી વધુ બાપુનગરમાં 29 ઉમેદવારો છે. તો સૌથી ઓછા ઇડરમાં માત્ર 3 ઉમેદવારો છે. સૌથી નાનો મત વિસ્તાર બાપુનગર છે. સૌથી મોટો મત વિસ્તાર ઘાટલોડિયા છે. વડોદરામાં સૌથી વધુ 226 ત્રીજી જાતિના મતદારો છે.

Next Video