TV9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા લલિત કગથરાએ કહ્યું કે કોંગ્રેસે પણ કામો કર્યા છે પણ ક્યારે દેખાડો નથી કર્યો

TV9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા લલિત કગથરાએ કહ્યું કે કોંગ્રેસે પણ કામો કર્યા છે પણ ક્યારે દેખાડો નથી કર્યો

| Edited By: | Updated on: Oct 01, 2022 | 5:18 PM

TV9 ગુજરાતીના મંચ પર કોંગ્રસ નેતા અને લલિત કગથરાએ રાજ્યના આમ આદમી પાર્ટીના શિક્ષણના સુધાર મુદ્દે કરેલા નિવેદન પર જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસના શાસનમાં મફત શિક્ષણ હતું. જેમાં લોકો ભણીને આજે પ્રોફેસર અને ડોકટર બન્યા છે.

ગુજરાતમાં ચૂંટણીના (Gujarat Assembly Elections 2022 ) પડઘમ વાગી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે.ત્યારે TV9 ગુજરાતીના મંચ પર કોંગ્રસ નેતા અને લલિત કગથરાએ રાજ્યના આમ આદમી પાર્ટીના શિક્ષણના સુધાર મુદ્દે કરેલા નિવેદન પર જણાવ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસના શાસનમાં મફત શિક્ષણ હતું. જેમાં લોકો ભણીને આજે પ્રોફેસર અને ડોકટર બન્યા છે.

તેમજ ગાંધીનગરના ધારાસભ્ય અને મંત્રીઓ તેમજ સામ પિત્રોડા અને ડો. તેજસ પટેલ પણ આ સ્કૂલમાં ભણ્યા છે. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે સત્તાનો દૂરઉપયોગ ના કર્યો એ અમારી ખામી છે. તેમજ અને ભાજપની જેમ લોકોના નાણાંએ પ્રચાર ના કર્યો. તેમજ કોંગ્રેસના સમયના નેતાઓ લોકોના પ્રશ્નો ઉકેલવામાં વ્યસ્ત હતા. તેમણે વધુમાં જણાવ્યું કે દેશના તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ મૂંગા મોઢે કામ કરતાં રહયા અને દેશને વર્ષ 2008માં વૈશ્વિક મંદીમાંથી ઉગાર્યો. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે રાજ્યમાં ત્રીજા પક્ષને કોઇ સ્થાન નથી.

 

Published on: Oct 01, 2022 05:16 PM