Gujarat Election2022 : કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં 80 થી વધુ ઉમેદવારોના નામો થયા ફાઇનલ

|

Oct 27, 2022 | 9:18 AM

ગુજરાત કોંગ્રેસના 80 થી વધુ નામો પર મહોર લગાવવામાં આવી છે. મહત્વનું છે કે, 50 થી વધુ ધારાસભ્યોને રિપીટ કરવાનું કોંગ્રેસનું આયોજન છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) ગમેત્યારે જાહેરાત થઈ શકે છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીએ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. તો કોંગ્રેસની પણ (Congress) ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. દિલ્હીમાં કોંગ્રેસ ઈલેક્શન કમિટી (CEC) ની બેઠક ચાલી રહી છે. જેમાં ગુજરાત કોંગ્રેસના 80 થી વધુ નામો પર મહોર લગાવવામાં આવી છે. માહિતી મુજબ 50 થી વધુ ધારાસભ્યોને રિપીટ કરવાનું કોંગ્રેસનું આયોજન છે. તો બિનવિવાદીત 40 બેઠકો પર પણ સિંગલ નામો ફાઇનલ થયા છે. આગામી 4-5 દિવસમાં ગુજરાત કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આજે પણ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે.

કોંગ્રેસે ભાજપની જ રણનિતી અનુસાર પ્રચાર કરવા કમર કસી

મોટાભાગે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર (Congress Campaign) કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં કામયાબ રહી છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો અને સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election) કોંગ્રેસ પાર્ટી ‘કોંગ્રેસનું કામ બોલે છે’ સુત્રથી પ્રચાર કરી રહી છે. જો કે હવે કોંગ્રેસે ભાજપની જ રણનિતી અનુસાર પ્રચાર કરવા કમર કસી છે. ભાજપ ગૌરવ યાત્રા થકી ગુજરાતને ધમરોળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ મહતમ બેઠકો હાંસલ કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા થકી સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરશે.

Published On - 9:17 am, Thu, 27 October 22

Next Video