ગાંધીનગરમાં CM ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળી કેબિનેટની બેઠક, લમ્પી વાયરસ, વરસાદ, પાક નુકસાનનું વળતર સહિતના મુદ્દાઓ પર ચર્ચા

|

Aug 17, 2022 | 11:17 AM

કેબિનેટની બેઠક (Cabinet meeting) આજે તહેવારોની વચ્ચે મળી રહી છે. ત્યારે કેબિનેટની બેઠકમાં સૌથી પહેલો મુદ્દો લમ્પી વાયરસને (Lumpy virus) લઇને ચર્ચાઇ શકે છે.

ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી છે. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ અને વાવેતર અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. વરસાદના કારણે વકરેલા રોગચાળા મુદ્દે પણ ચર્ચા થશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) આગામી ગુજરાત પ્રવાસની તૈયારીઓ અને સમગ્ર કાર્યક્રમ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવષે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પણ બેઠકમાં સમીક્ષા થશે. પોલીસ કર્મચારીઓ માટે જાહેર કરાયેલા મોંઘવારી ભથ્થા પર પણ એકબીજાને અભિનંદન આપવામાં આવશે.

અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા

કેબિનેટની બેઠક આજે તહેવારોની વચ્ચે મળી રહી છે. ત્યારે કેબિનેટની બેઠકમાં સૌથી પહેલો મુદ્દો લમ્પી વાયરસને લઇને ચર્ચાઇ શકે છે. જે પ્રમાણે પશુઓમાં રોગચાળો ફેલાયેલો છે. તેને લઇને અત્યારે લમ્પી વાયરસથી કેટલા લોકો સંક્રમિત છે. કેટલા પશુઓનું વેક્સીનેશન થઇ ચુક્યુ છે. સંક્રમણ અટકાવવા શું કામગીરી કરવામાં આવી રહી છે. તે સમગ્ર મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તો તેની સાથે જ સમગ્ર ગુજરાતમાં વરસી રહેલા વરસાદની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ઝોનમાં જે પ્રમાણે વરસાદ વરસી ચુક્યો છે અને તેનાથી થયેલા પાકને નુકસાન થયુ છે. ત્યારે આ પાક નુકસાનને લઇને કેટલુ વળતર ચુકવવું અને કેટલું વળતર આપવુ તે તમામ બાબતો પર કેબિનેટની બેઠક પર ચર્ચા કરવામાં આવશે.

આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાત મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન મોદી અમદાવાદ અને કચ્છમાં જનસભા સંબોધવાના છે. ત્યારે તેમના પ્રવાસને લઇને થયેલી તૈયારીઓ અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સાથે હાલમાં ગુજરાત સરકાર તરફથી LRD માટેનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે. ગ્રેડ પેના મુદ્દે થઇ રહેલા આંદોલનના ઉકેલ માટે જે 500 કરોડ રુપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે આ પેકેજને લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકારની યોજનાઓને લઇને પણ બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવશે.

(વીથ ઇનપુટ-કિંજલ મિશ્રા, ગાંધીનગર)

Published On - 11:15 am, Wed, 17 August 22

Next Video