Gandhinagar : કમલમ ખાતે સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી, BJP પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ધ્વજવંદન કરાયુ

સ્વતંત્રતા પર્વ કાર્યક્રમમાં પાટીલે કહ્યું, હર ઘર તિરંગા અભિયાનને (Har Ghar tiranga)  ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.દરેક જગ્યાએ દેશ પ્રેમનું વાતાવરણ જોવા મળ્યું. ભારત દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે તે ગૌરવની વાત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 12:20 PM

ગાંધીનગર (Gandhinagar) કમલમ ખાતે સ્વતંત્રતા પર્વ રંગેચંગે ઉજવાયો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના (C R Paatil) હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાટીલે કહ્યું, હર ઘર તિરંગા અભિયાનને (Har Ghar tiranga)  ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. દરેક જગ્યાએ દેશ પ્રેમનું વાતાવરણ જોવા મળ્યું. ભારત દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે તે ગૌરવની વાત છે. તમને જણાવી દઈએ કે, કમલમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં અનેક નેતાઓ (BJP Leaders) સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

મોડાસામાં રાજ્યકક્ષાની ઉજવણી

રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની (Independence Day) મોડાસામાં ઉજવણી કરવામાં આવી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) મોડાસામાં ત્રિરંગો ફરકાવ્યો હતો. મુખ્યપ્રધાને સ્વતંત્રતાના પ્રસંગે ગુજરાતવાસીઓને અનેક ભેટ આપી છે. મુખ્યપ્રધાને 250 તાલુકાના 71 લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ એક કિલો ચણા આપવાની જાહેરાત કરી છે. તો પરિવહન સુવિધા માટે આગામી સમયમાં 367કરોડના ખર્ચે નવી 1200 BS-6 બસ સેવા આપવાની જાહેરાત કરી છે.

રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની (Independence Day Celebration)ઉજવણી સાથે જ મોડાસાની સાથે સમગ્ર ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયો છે. ધ્વજવંદન બાદ પોલીસકર્મીઓ સાહસ અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યુ.ઉપરાંત રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો.સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ પણ રાજ્યપાલની હાજરીમાં અહીં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પણ મુખ્યપ્રધાનની સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">