ગુજરાતમાં બાળકોના રસીકરણની તૈયારીઓની સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી

|

Dec 30, 2021 | 5:31 PM

રાજ્યમાં કુલ 35 લાખથી વધુ બાળકોને કોરોના વેક્સિન અપાશે. આ ઉપરાંત બુસ્ટર ડોઝ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.

ગુજરાતના(Gujarat)ગાંધીનગરમાં(Gandhinagar)મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. આ બેઠકમાં 3 જાન્યુઆરીથી શરૂ થનારા રસીકરણ(Vaccination)અભિયાન અંગે ચર્ચા થઈ. જેમાં 15 વર્ષથી વધુ વયના બાળકો માટેના રસીકરણના(Child Vaccination)એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી.

રાજ્યમાં કુલ 35 લાખથી વધુ બાળકોને કોરોના વેક્સિન અપાશે

આ સમીક્ષા બેઠકમાં મુખ્યસચિવ પંકજકુમાર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યમાં કુલ 35 લાખથી વધુ બાળકોને કોરોના વેક્સિન અપાશે. આ ઉપરાંત બુસ્ટર ડોઝ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.

આ ઉપરાંત ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક હદે વધારો નોંધાયો છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલના મતે કોરોના ટેસ્ટિંગ વધાર્યું છે. જેથી વધારે કોરોના કેસ સામે આવી રહ્યાં છે.આરોગ્ય વિભાગે રાજ્યમાં બેડ, દવાઓ, ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની પૂરતી વ્યવસ્થાઓ ગોઠવી છે. આ ઉપરાંત શાળામાં બાળકો, શિક્ષકો અને સ્ટાફ કોરોના નિયમોનું પાલન કરે તેવી સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિન અપાશે.આગામી ત્રણ જાન્યુઆરીથી બાળકોને રસી અપાશે.રાજ્ય અને કેન્દ્રીય આરોગ્ય વિભાગની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. કિશોરોના રસીકરણ અંગે આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે દાવો કર્યો છે.

15થી 18 વર્ષના કિશોરો માટે રસીનો પર્યાપ્ત જથ્થો

તેમણે કહ્યું કે 15થી 18 વર્ષના કિશોરો માટે રસીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે.બાળકોને કોવેક્સિન આપવામાં આવશે.તમામ બાળકોની સાથે સાથે સીનિયર સીટિઝનને પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. રસીના બંને ડોઝ લીધાના 9 મહિના બાદ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.સરકાર આ બૂસ્ટર ડોઝ તમામને ફ્રીમાં આપશે.

આ પણ વાંચો: Gujarat Seed Congress 2021: પ્રાકૃતિક ખેતી, નવી ટેકનોલોજી, જિન એડીટિંગ અને ઉદ્યોગના પડકારો પર થઈ ચર્ચા

આ પણ વાંચો: રાજયની પાંચ નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો માટે મુખ્યમંત્રીએ 40 કરોડ રૂપિયા ફાળવ્યા

Next Video