ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે(International Woman Day) ખાસ જાહેરાત કરી છે. જેમાં મહિલા ધારાસભ્યોને મહિલા દિનની ભેટ આપવામાં આવી હતી. જેમાં મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટમાં(Grant) વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની તમામ મહિલા ધારાસભ્યની ગ્રાન્ટમાં સવા કરોડના વધારાની જાહેરાત કરવામાં આવી છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માતા-બહેનોના સ્વાસ્થ્યની રક્ષા માટેના આરોગ્યલક્ષી કાર્યક્રમો અન્વયે કુપોષણમુકત ઉજ્જવળ આવતીકાલના નિર્માણના ધ્યેય સાથે રાજ્ય સરકારે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના શરૂ કરવાનું આ બજેટમાં પ્રાવધાન કર્યુ છે. માતૃશક્તિ સ્વયં સ્વસ્થ, તંદુરસ્ત અને સુપોષિત રહે તો તેના હાથમાં ઘડાયેલી પેઢીઓ પણ સક્ષમ-સમર્થ બને તે માટે સગર્ભા-ધાત્રી માતાઓની 1 હજાર દિવસની કાળજીનો અભિગમ સરકારે અપનાવ્યો છે.
તેમણે આ અંગેની વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, આવી માતા-બહેનોને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લિટર તેલ વિનામૂલ્યે અપાશે. મુખ્યમંત્રીએ બાળકોને પૂરક પોષક આહાર રૂપે આર્યનયુક્ત ફોર્ટિફાઇડ આટાનું લોન્ચીંગ કરતાં સ્વસ્થ અને તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાસાયણિક ખાતરમુકત પ્રાકૃતિક ખેતીનો જે રાહ ચીંધ્યો છે તે તરફ વળવાનું માતૃશક્તિને પ્રેરક આહવાન પણ કર્યુ હતું. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કન્યા સાક્ષરતા દર વધારવા અને દિકરીઓને શિક્ષિત બનાવવા શરૂ કરેલી કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ યોજના સાથે દિકરી જન્મને વધાવતી વ્હાલી દિકરી યોજનામાં કન્યાના અભ્યાસ માટે અપાતી સહાયની પણ છણાવટ કરી હતી.
આ પણ વાંચો : Jamnagar: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ નારીશક્તિને સન્માનિત કરાઈ
આ પણ વાંચો : Ahmedabad: બાગબાન ગ્રુપના 30 સ્થળે IT વિભાગના દરોડા, કરોડોની બિનહિસાબી રકમ મળી આવી