ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલ અને BJP પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બહેનોએ બાંધી રાખડી, રિટર્ન ગિફ્ટમાં ત્રિરંગો ભેટમાં અપાયો

|

Aug 11, 2022 | 11:16 AM

આ સૌ બહેનોએ CM ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી

Raksha Bandhan 2022 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) આજે રક્ષા બંધન (raksha bandhan) પર્વ નિમિતે સમાજના વિવિધ વર્ગોની બહેનો તેમજ બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. મહત્વનું છે કે,CMને રાખડી બાંધવા અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર (Gandhinagar) સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનો આવી રહી છે.આ સૌ બહેનોએ CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ કરી હતી.તમને જણાવી દઈએ કે, રાજ્યમંત્રી નિમિષા બહેન સુથાર (Nimisha Suthar) પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાખડી બાંધી

સુરતમાં (Surat) કેન્દ્રીય પ્રધાન દર્શનાબેન જરદોશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને (CR Paatil) રાખડી બાંધી રક્ષા બંધનની ઉજવણી કરી.દર્શનાબેને સી.આર.પાટીલને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું. સાથે જ પ્રગતિ અને સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. તો બીજી તરફ સી.આર.પાટીલે બહેનને ત્રિરંગો ભેટમાં આપ્યો.

Next Video