રાજ્ય સરકારના વધુ એક પ્રધાન કોરોના સંક્રમિત, જાણો કોણ છે આ પ્રધાન

| Edited By: | Updated on: Jan 25, 2022 | 3:37 PM

ગુજરાતમાં વધતા જતા કેસોની સાથે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને પ્રધાનો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ગુજરાતમાં તીવ્ર ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે, ત્યારે વધુ એક પ્રધાન કોરોના સંક્રમિત થયા છે.

ગુજરાતમાં વધતા જતા કેસોની સાથે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને પ્રધાનો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ગુજરાતમાં તીવ્ર ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે, ત્યારે વધુ એક પ્રધાન કોરોના સંક્રમિત થયા છે. સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજયકક્ષાના મંત્રી આર.સી. મકવાણા (Rc Makwana)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona positive)આવ્યો છે. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે.

ભાવનગરના મહુવાના ધારાસભ્ય આર. સી. મકવાણા કોરોના (Coronavirus)થી સંક્રમિત થયા છે. આર. સી. મકવાણાને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા તેમણે RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ધારાસભ્ય પોતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને હોમ આઈસોલેટ થયા છે. ધારાસભ્યએ સંપર્કમાં આવનારા લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરી છે.

અત્યાર સુધીમાં કુલ ચાર પ્રધાનો કોરોના સંક્રમિત થયા છે. હર્ષ સંઘવી, જીતુ ચૌધરી, રાજેન્દ્ર ત્રિવેદી અને હવે આર. સી. મકવાણા કોરોના સંક્રમિત થયા છે.

મહત્વનું છે કે અત્યાર સુધીમાં ધારાસભ્ય જે.વી.કાકડિયા, રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ભાજપના સાંસદ પૂનમ માડમ, સાંસદ ભરતસિંહ ડાભી,પ્રધાન જીતુ ચૌધરી, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર કોરોના સંક્રમિત થયા છે. તમામ હોમ આઇસોલેશનમાં છે. બીજી તરફ કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ , કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો-

Gandhinagar: PM મોદીએ ભાજપના પેજ પ્રમુખો અને કાર્યકરો સાથે વર્ચ્યુઅલી કરી વાતચીત, વડાપ્રધાને આપ્યો જીતનો મંત્ર

આ પણ વાંચો-

અરે રે ! વલસાડમાં નવ પરણિત યુગલને જેલમાં જ વિતાવવી પડી સુહાગરાત, જાણો શું છે કારણ