Gujarat Budget 2022 : નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈનું અંદાજ પત્ર, ગુજરાતના નાણાકીય વર્ષ 2022-2023ની મુખ્ય જાહેરાત-જોગવાઈઓ પર નજર કરો

|

Mar 03, 2022 | 5:36 PM

ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ, (Finance Minister Kanubhai Desai)નાણાકીય વર્ષ 2022-2023નુ અંદાજપત્ર રજુ કરતા અનેક વિભાગોમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજના, જાહેરાત અને જોગવાઈ પર કરીએ એક નજર.

Gujarat Budget 2022 : નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈનું અંદાજ પત્ર, ગુજરાતના નાણાકીય વર્ષ 2022-2023ની મુખ્ય જાહેરાત-જોગવાઈઓ પર નજર કરો
Gujarat Budget 2022: Take a look at the main plan-provisions of Gujarat's financial year 2022-2023

Follow us on

Gujarat Budget 2022 : ગુજરાતના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ, (Finance Minister Kanubhai Desai)નાણાકીય વર્ષ 2022-2023નુ અંદાજપત્ર રજુ કરતા અનેક વિભાગોમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજના, જાહેરાત અને જોગવાઈ પર કરીએ એક નજર.

  1. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ રચાશે.
  2. નવજાત બાળકો, માતાને ઘરે પહોચાડવા નવા 90 ખિલખિલાટ વાહન ખરીદાશે.
  3. 60થી80 વર્ષના નિરાધાર વૃદ્ધોને 750ને બદલે 1000નુ માસિક પેન્શન અપાશે.
  4. 80 વર્ષથી ઉપરના લાભાર્થીને 1250નુ પેન્શન અપાશે.
  5. Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
    Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
    Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
    Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
    'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
    ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
  6. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન, સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજનાના લાભાર્થીને મહિને 1000નું પેન્શન અપાશે.
  7. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુ. જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગણેવશ માટે રૂ. 600ને બદલે રૂ.900 આપવામાં આવશે.
  8. ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ હવે 1 લાખને બદલે 2.5 લાખ સહાય અપાશે.
  9. સામાજીક ભાગીદારીથી 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા શરુ કરાશે.
  10. આદિજાતિ ક્ષેત્રમાં નવી 8 MSME જીઆઈડીસી એસ્ટેટ રચવામાં આવશે.
  11. ગ્રામ પંચાયતોના વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરાશે.
  12. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024 સુધી લંબાવાઈ
  13. ઉર્જા ક્ષેત્રે નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેપ્ટીવ સોલાર, વીન્ડ એનર્જી પાર્ક સ્થાપવામાં આવશે.
  14. સુરતના તાપી નદીકાંઠાનો વિશ્વ બેંકની મદદથી વિકાસ કરાશે.
  15. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બીટ્રેશન સેન્ટરની સ્થાપના કરાશે.
  16. ડ્રોન સ્કીલ ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના કરવામાં આવશે.
  17. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂ. 10ને બદલે રૂ.5માં ભોજન અપાશે. આ યોજના તમામે તમામ જિલ્લામાં લાગુ કરાશે.
  18. આદીજાતિ વિસ્તારમાં ગામથી શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પાકા રસ્તા બનાવાશે.
  19. સાપુતારાથી શબરીધામ, ઝરવાણી ધોધ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 218 કી.મી.ના રોડને 10 મીટર પહોળો કરાશે.
  20. ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી ખાતે 2 કિલોમીટરનો છ માર્ગીય એલીવેટેડ કોરીડોર બનાવાશે.
  21. વાહન વ્યવહાર નિગમ દ્વારા 50 ઈલેટ્રીક બસ ઉપરાંત BS-6 ધોરણની કુલ 1200 બસ ખરીદાશે.
  22. સુરત અને વડોદરા આરટીઓમાં વધારાનો ટેસ્ટ ટ્રેક બનાવાશે.
  23. સુરત-ગીફ્ટ સિટીમાં નવા પોલીસ સ્ટેશન બનાવાશે.
  24. કચ્છના ધોરડો, હાજીપીર, ગાગોદરા આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં ફેરવાશે.
  25. વલસાડ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી જિલ્લામાં જિલ્લાકક્ષાના સ્પોર્ટસ સંકુલ બનાવાશે.
  26. અમરેલી, વલસાડ અને સુરતમા માહિતી વિભાગની કચેરી બનાવાશે.
  27. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  28. વ્યારા ખાતે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક સાથે ફુટબોલ ગ્રાઉન્ડ બનાવાશે.
  29. સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટે સેન્ટર ફોર એક્સેલન્સ બનાવાશે.
  30. બોટાદ, જામખંભાળિયા, વેરાવળમાં નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે.
  31. સુરેન્દ્રનગર ખાતે આર્યુવેદ કોલેજ શરૂ કરાશે.
  32. સુરતમાં ખોરાક અને ઔષધ નિયમનતંત્ર હેઠળ ટેસ્ટીગ લેબોરેટરી સ્થાપવામાં આવશે.
  33. માછીમારોને અપાતા દરેકસ્તરના ડિઝલમાં 2 હજાર લીટરનો વધારો કરાશે

આ પણ વાંચો : Gujarat Budget 2022 : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 1526 કરોડની જોગવાઈ

આ પણ વાંચો : Gujarat Budget 2022 : ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે રૂ. 15,568 કરોડની જોગવાઇ, ખેતી માટે દિવસે વીજળી પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ

Next Article