Rajkot: ‘સહકારી ક્ષેત્રમાં પહેલા ઈલુ-ઈલુ ચાલતું હતું’, ભાજપ પ્રદેશ પ્રમુખના કોંગ્રેસ પર આકરા પ્રહાર

|

Sep 26, 2022 | 8:44 AM

BJP પ્રદેશ પ્રમુખ જામકંડોરણાની સભામાં તીખા મિજાજમાં જોવા મળ્યાં. સી. આર. પાટીલે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં (Co Opreative Sector)  પહેલા ઈલુ-ઈલુ ચાલતું હતું. 

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (C R Paatil) જામકંડોરણાની સભામાં તીખા મિજાજમાં જોવા મળ્યાં. સી. આર. પાટીલે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં (Co Opreative Sector)  પહેલા ઈલુ-ઈલુ ચાલતું હતું.  જો કે ભાજપના શાસનમાં આ બંધ થયુ. વધુમાં પ્રદેશ પ્રમુખે પાટીલે જણાવ્યું કે, હવે મેન્ડેડ સિસ્ટમ અમલી બનતા ભાજપના (BJP)  અનેક કાર્યકરોને પ્રજાની સેવા કરવાની તક મળી છે.આમ નામ લીધા વગર સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યો.

સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને જામકંડોરણા ખાતે રાજકોટ (Rajkot) જિલ્લાની સહકારી સંસ્થાઓની (Co-Operative) વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. રાજકોટ જિલ્લા બેંક દ્વારા ખેડૂત સભાસદો માટે આ મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં ખેડૂત સભાસદોની શેર મૂડી પર 12 ટકા ડિવિડન્ડ ચુકવાશે અને ખેડૂત સભાસદોને મેડિકલ સહાય યોજના હેઠળ 12,000 ની સહાય ચૂકવાતી હતી જે 15,000 ની સહાય ચૂકવાશે તેમજ ખેત જાળવણી લોન જે 10 લાખ સુધી આપવામાં આવતી હતી એમાં 2 લાખનો વધારો કરી મહત્તમ હવે 12 લાખ સુધીની લોન આપવામાં આવશે.

Published On - 8:42 am, Mon, 26 September 22

Next Video