Gujarat : ચૂંટણી પહેલા રાજ્યમાં ATS અને GST વિભાગનો સપાટો, 205 સ્થળે દરોડા પાડી 91 શખ્સોની કરી અટકાયત

|

Nov 13, 2022 | 7:59 AM

ગુજરાત ATS અને GSTની 90 જેટલી ટીમોએ રાજ્યના મુખ્ય શહેરોમાં ગઈકાલ શનિવારની વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરી હતી. 115 જેટલી પેઢીઓના 205 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સમયે જ સ્ટેટ GST અને ગુજરાત ATSએ સપાટો બોલાવ્યો છે. GST અને ATSએ 205 સ્થળે સંયુક્ત દરોડા પાડ્યા છે.. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં બોગસ બિલિંગ મારફતે કરોડોની કરચોરી કરનારા કૌભાંડીઓને ત્યાં દરોડા પાડવામાં આવતાં કરચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. સ્ટેટ GST અને ATSની 90 જેટલી ટીમોએ રાજ્યના મુખ્ય શહેરોમાં ગઈકાલે શનિવાર 12મી નવેમ્બરની વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરી હતી. 115 જેટલી પેઢીઓના 205 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ સર્ચ ઓપરેશન બાદ કરોડોની કરચોરી પકડાય તેવી શક્યતા

આ કૌભાંડમાં સીધી અને આડકતરી રીતે સંડોવાયેલા 91 શખ્સોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે. જેમાં ભાવનગરના 12, અમદાવાદના 24 શખ્સોનો સમાવેશ થાય છે. સ્ટેટ GSTની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મેટલ, સ્ક્રેપ, કેમિકલ્સ, સળિયા અને કોમોડ઼િટીમાં બોગસ પેઢીઓ બનાવીને મોટી રકમના બિલો મારફતે જંગી રકમની ખોટી રીતે ઈનપુર ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સર્ચ ઓપરેશન બાદ કરોડોની કરચોરી પકડાય તેવી શક્યતા છે.

Next Video