Gujarat Assembly Election 2022 : ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને જાણી જોઇને ટાર્ગેટ કરે છે : જગદીશ ઠાકોર

|

Nov 09, 2022 | 5:57 PM

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ટાર્ગેટ કરે છે. તેમજ તેમણે કોઇ પણ રીતે ભાજપમાં જોડવવા માટે મજબૂર કરે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે તોડ-જોડનું રાજકારણ ગરમાયું છે. જેમાં મંગળવારે છોટા ઉદેપુરના કોંગ્રેસ નેતા મોહન રાઠવા ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે કોંગ્રેસના વધુ એક નેતા અને ગીર સોમનાથની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડ ભાજપમાં જોડાયા છે. જેને લઇને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે.કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે ભગાભાઈની લડતમાં કોંગ્રેસ ખડેપગે રહ્યું છે…કોંગ્રેસના કાર્યકરોના કારણે જ તેમનું ધારાસભ્ય પદ ટકી રહ્યું હતું. સરકાર તરફથી ભગાભાઈને એવી કઈ તકલીફ પડી કે તેઓ ભાજપમાં જોડાય છે? જ્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ટાર્ગેટ કરે છે. તેમજ તેમણે કોઇ પણ રીતે ભાજપમાં જોડવવા માટે મજબૂર કરે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે.. મોહનસિંહ રાઠવા બાદ હવે તાલાલાના ધારાસભ્ય ભગા બારડે કૉંગ્રેસનો હાથ છોડીને કેસરિયો ખેસ ધારણ કર્યો છે.. આજે ભાજપ કાર્યાલય કમલમમાં ભાજપના પ્રવક્તા પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપનો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું.. ભગા બારડની સાથે તેમના બે પુત્રો પણ ભાજપમાં જોડાયા છે.. ભાજપમાં જોડાતાની સાથે જ ભગા બારડે કહ્યું કે, તેઓ મૂળ કોંગ્રેસી નથી. તેમણે તો ઘરવાપસી કરી છે. તેમના મૂળિયા ભાજપ સાથે જોડાયેલાં હતાં.. તેમના પિતા જનસંઘમાં હતા.. ભાજપમાં શું જવાબદારી રહેશે તે અંગે પૂછતાં તેમણે કહ્યું કે- પક્ષ જે કહેશે તે કામ કરશે.. કૉંગ્રેસ છોડીને છેક હવે ભાજપમાં કેમ જોડાયા તે અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે- પીએમ મોદી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે

Published On - 5:55 pm, Wed, 9 November 22

Next Video