ગુજરાતના ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે કૃષિ મંત્રીની રસાયણ મંત્રીને રજૂઆત

|

Feb 11, 2022 | 5:04 PM

કૃષિમંત્રીએ આગામી ખરીફ ઋતુમાં રાજ્યના આયોજન પ્રમાણેનો ખાતરનો પુરવઠો ગુજરાતના ખેડૂતોને સમયસર મળી રહે એ માટે રજૂઆત પણ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના ખેડૂતોને ખાતરનો પુરવઠો સમયસર પહોંચાડવાની બાહેંધરી આપી હતી.

ગુજરાતના(Gujarat)  કૃષિ મંત્રી રાઘવજી પટેલે રસાયણ મંત્રી મનસુખ માંડવીયા(Mansukh Mandaviya)  સાથે દિલ્લીમાં મુલાકાત કરી છે. તેમજ રાજ્યમાં ખરીફ પાક માટે ખાતરનો (Fertilizer)  જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રજૂઆત કરી છે. આ ઉપરાંત કૃષિ મંત્રી પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે  જામનગર પક્ષી અભ્યારણને રામસર સાઈડ જાહેર કરાયા બાદ તેના વિકાસ માટે ચર્ચા કરી હતી.

ગુજરાતના છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લામાં ખેડૂતોએ ખાતરની અછત દૂર કરવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી છે. જેના પગલે રાજ્ય સરકારે પણ આ મુદ્દે કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયાએ ખેડૂતોને ખરીફ પાક દરમ્યાન ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે .

દિલ્લી ખાતેની આ મુલાકાત દરમ્યાન કૃષિમંત્રી રાઘવજી પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે રાસાયણિક ખાતરની અછત હોવા છતાં ગુજરાતના ખેડૂતોને જરૂરિયાતના સમયે યુરિયા ખાતર તથા DAP ખાતરનો પૂરતો જથ્થો પહોંચાડીને સમયસર મદદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાર્થક કરવામાં મદદરૂપ થવા બદલ માનનીય કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

આ સાથે જ કૃષિમંત્રીએ આગામી ખરીફ ઋતુમાં રાજ્યના આયોજન પ્રમાણેનો ખાતરનો પુરવઠો ગુજરાતના ખેડૂતોને સમયસર મળી રહે એ માટે રજૂઆત પણ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના ખેડૂતોને ખાતરનો પુરવઠો સમયસર પહોંચાડવાની બાહેંધરી આપતાં કૃષિમંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Valsad: મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસી પહોંચ્યા મામલતદાર ઓફિસ, રજિસ્ટર ઓફિસની કામગીરીનું કર્યુ સરપ્રાઇઝ ચેકિંગ

આ પણ વાંચો : Mehsana: દૂધ સાગર ડેરીમાં પ્લાન્ટમાં ટેન્કરમાંથી 7 દુધના પાવડરની બેગ ઝડપાઇ, ચેરમેન દ્વારા 6 લાખનો દંડ વસુલાયો

Published On - 5:02 pm, Fri, 11 February 22

Next Video