ગુજરાતમાં(Gujarat) આજે લેવાયેલી વન રક્ષકની પરીક્ષાનું(Vanrakshak Exam) પેપર ફૂટ્યાનો (Paper Leak) આરોપ લાગ્યો છે. .ઊંઝાના ઉનાવામાં આવેલી મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાંથી પેપર વાયરલ થયાનો દાવો છે. એક વિદ્યાર્થી પાસે જવાબ લખેલી ચીઠ્ઠી હોવાથી અન્ય વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. દાવો છે કે, વિદ્યાર્થી વોશરૂમ જવાના બહાને વર્ગખંડની બહાર નીકળ્યો હતો અને પેપરના ફોટા વાયરલ કર્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આ પેપર નહીં પરંતુ યુવાનોનું નસીબ ફૂટ્યું છે.આમ આદમી પાર્ટીએ પણ ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે જ હુંકાર કર્યો છે કે, જો સરકાર નિષ્પક્ષ રીતે પરીક્ષા ન લઈ શકતી હોય પરીક્ષા લેવાની જવાબદારી અમને સોંપી દો.
બીજી તરફ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પેપર ફૂટવાનો દાવો ફગાવ્યો છે અને સમગ્ર ઘટના કોપી કેસની હોવાનો દાવો કર્યો છે. સાથે જ આરોપ લગાવ્યો છે કે, રાજકીય પક્ષો પેપર ફૂટવાના મદ્દે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહી છે.તો બીજી તરફ સ્કૂલ સંચાલકોએ પણ આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. સ્કૂલના પ્રમુખે આરોપ લગાવ્યો કે, આ અમારી શાળાને બદનામ કરવાનું ષડયંત્ર છે.
આ પણ વાંચો : Gujarat માં હિટવેવની અસર જોવા મળી, હજુ ત્રણ દિવસ ગરમીનો પારો યથાવત રહેશે
આ પણ વાંચો : Ahmedabad: પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક, મકાનની દલાલી કરતા વ્યક્તિના ઘર જઈ સાતથી આઠ લોકોએ તોડફોડ કરી