GUJARAT : રાજ્યમાં આજે યોજાશે GujCETની પરીક્ષા, 34 પરીક્ષા કેન્દ્રો પર 1.18 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

|

Aug 06, 2021 | 7:37 AM

રાજ્યના તમામ 33 જિલ્લામાં આજે ગુજકેટ (GujCET)ની પરીક્ષા યોજાશે.કુલ 34 પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર પરીક્ષામાં 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.

GUJARAT : રાજ્યના તમામ 33 જિલ્લામાં આજે ગુજકેટ (GujCET)ની પરીક્ષા યોજાશે.કુલ 34 પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર પરીક્ષામાં 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.પરીક્ષા કેન્દ્રો પર SOPના પાલન સાથે સવારે 10 કલાકે પરીક્ષા શરૂ થશે અને 4 વાગ્યા સુધી વિવિધ વિષયોની પરીક્ષા યોજાશે.રાજ્ય શિક્ષણ બોર્ડે પરીક્ષા માટે ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવી છે.જેમાં કુલ 574 બિલ્ડિંગના 5 હજાર 932 બ્લોકમાં પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પરીક્ષાની વાત કરીએ તો ગણિત, બાયોલોજી, કેમિસ્ટ્રી, અને ફિઝિકસ વિષયની પરીક્ષા યોજાશે.જેમાં A ગ્રુપના 48,000 હજાર, B ગ્રુપના 68,500 વિદ્યાર્થીઓ અને AB ગ્રપના 468 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ પણ વાંચો : SURAT : બારડોલીમાં વેપારી પર ફાયરીંગ, સરદાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેપારીનું મોત

આ પણ વાંચો : AHMEDABAD : કપાસિયા તેલના ભાવ ઓલટાઇમ હાઇ, સિંગતેલ કરતા પણ કપાસિયા તેલ મોંઘુ

Next Video