Gandhinagar : દિવાળી પહેલા શિક્ષકોને મોટી ભેટ, રાજ્ય સરકારે શિક્ષકોની બદલીને લઈ લીધો મહત્વનો નિર્ણય

|

Oct 16, 2022 | 8:30 AM

રાજ્યના સંખ્યાબંધ પ્રાથમિક શિક્ષક, વિદ્યાસહાયક અને મુખ્ય શિક્ષકને લાભ મળશે. આ શિક્ષકો હવે પરિવાર સાથે રહી બાળકોને અભ્યાસ કરાવી શકશે.

રાજ્યના શિક્ષકો (Teacher) માટે દિવાળી પહેલા સૌથી મોટા આનંદના સમાચાર છે.  રાજ્ય સરકારે (Gujarat Govt) શિક્ષકોની આંતરિક અરસ-પરસ બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પના આયોજનનો નિર્ણય કર્યો છે.  શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Vaghani) જાહેરાત કરી કે 20થી 29 ઓક્ટોબર સુધી જિલ્લા આંતરિક અરસ પરસ કેમ્પ યોજાશે. તો જિલ્લા આંતરિક બદલી કેમ્પનું બે તબક્કામાં આયોજન કરાયું છે. જેમાં 2થી 20 નવેમ્બર સુધી પ્રથમ અને 23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી બીજો તબક્કો યોજાશે.

રાજ્યના સંખ્યાબંધ શિક્ષકોને થશે મોટો ફાયદો

જ્યારે 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી જિલ્લા ફેરબદલી કેમ્પ (transfer camp) યોજાશે. રાજ્યના સંખ્યાબંધ પ્રાથમિક શિક્ષક, વિદ્યાસહાયક અને મુખ્ય શિક્ષકને લાભ મળશે. આ શિક્ષકો હવે પરિવાર સાથે રહી બાળકોને અભ્યાસ કરાવી શકશે. આ સુવિધાને પરિણામે સરવાળે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ફાયદો મળશે. જો વિગતે વાત કરીએ તો 20 ઓક્ટોબર 2022થી 29 ઓક્ટોબર 2022 સુધી આ કેમ્પ યાજાશે. જેમાં પ્રથમ તબક્કો 2 નવેમ્બરથી શરૂ થઈ 20 નવેમ્બર સુધી ચાલશે. તો બીજો તબક્કો 23 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી યોજાશે. જ્યારે જિલ્લા ફેરબદલી કેમ્પ 6 ડિસેમ્બરથી શરૂ થઈ 8 ડિસેમ્બર સુધી યોજાશે.

Next Video