ચૂંટણી માહોલ જામ્યો : યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા પહોંચી પોરબંદર, મોઢવાડિયાએ અધિકારીઓને આપી ચેતવણી

|

Oct 11, 2022 | 8:12 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ સત્તાના શિખર સર કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાતમાં (Gujarat)  હાલ ચૂંટણી (Gujarat Election) માહોલ જામી રહ્યો છે. રાજકીય પક્ષો (Political party) પોતપોતાની યાત્રા લઇને જનતાનું સમર્થન મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા પોરબંદર ખાતે આવી પહોંચી. આ પ્રસંગે અર્જુન મોઢવાડિયાએ સરકારી અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia)આરોપ લગાવતા કહ્યું કે કેટલાક અધિકારીઓ ચૂંટણીમાં (Gujarat Assembly election)  એજન્ડા સાથે ફરજ બજાવે છે. મોઢવાડિયાએ આવા અધિકારીઓને ચેતવ્યા હતા. આ સાથે મોઢવાડિયાએ અધિકારીઓને પોતાની ફરજ મુક્તપણે અને હિંમતપૂર્વક બજાવવી જોઇએ તેવુ જણાવ્યું હતું.

વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

મહત્વનું છે કે હાલ આખરી મતદારયાદી જાહેર થયા બાદ હવે ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat election 2022)  તારીખ પણ જાહેર થઈ શકે છે.ગુજરાતમાં સૌથી વધારે મતદારો ધરાવતા જિલ્લાઓની વાત થાય તો તેમાં ટોપ 5 જિલ્લાઓમાં અમદાવાદ, સુરત , વડોદરા, બનાસકાંઠા અને રાજકોટનો સમાવેશ થાય છે. સૌથી વધારે મતદારો ધરાવતા જિલ્લામાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં સૌથી વધુ 59,93,046 મતદારો છે. જેમાં 31,17,271 પુરુષ મતદારો, 28,75,564 મહિલા મતદારો અને 211 અન્ય મતદારો નોંધાયા છે. બીજા નંબર પર સુરત જિલ્લો છે. સુરતમાં કુલ 47,39,201 મતદારો છે. જેમાં 25,46,933 પુરુષ મતદારો, 21,92,109 મહિલા મતદારો અને 159 અન્ય મતદારો નોંધાયા છે.

Published On - 8:12 am, Tue, 11 October 22

Next Video