Valsad Video : તમાકુના હોલસેલ વેપારીઓની દુકાનમાં GST વિભાગનું સર્ચ ઓપરેશન, GSTના બિલ સહિત તમામ સામાનની તપાસ
વલસાડ જિલ્લામાં બિલ વગર તમાકુની ગેરકાયદે હેરાફેરી હોવાની માહિતી મળતા GST વિભાગે તવાઈ બોલાવી છે. વાપીમાં GST વિભાગની અલગ અલગ ટીમે શક્તિ સેલ્સ, ભેરુ સ્ટોર અને ટ્રેડર્સ સહિતની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Valsad :વલસાડમાં તમાકુના હોલસેલ વેપારીઓની દુકાનમાં GST વિભાગે (GST Department) દરોડા (Raid) પાડ્યા છે. વલસાડ જિલ્લામાં બિલ વગર તમાકુની ગેરકાયદે હેરાફેરી હોવાની માહિતી મળતા GST વિભાગે તવાઈ બોલાવી છે. વાપીમાં GST વિભાગની અલગ અલગ ટીમે શક્તિ સેલ્સ, ભેરુ સ્ટોર અને ટ્રેડર્સ સહિતની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જયાં GSTના બિલ સહિત તમામ સામાનની તપાસ કરવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં બિલ વગર તમાકુની ગેરકાયદે હેરાફેરી કરતા હોવાની બાતમી મળતા ચેકિંગ કર્યું હતું. GST વિભાગના સર્ચ ઓપરેશનથી તમાકુના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.