રાજકોટ પશ્ચિમ બેઠકની ભાજપની સેન્સ પ્રક્રિયામાં જુથવાદ, વિજય રૂપાણીએ દાવેદારી ન કરી હોવા છતા નામ સામે આવતા વિવાદ

|

Oct 28, 2022 | 11:42 PM

Gujarat Election 2022: રાજકોટ પશ્ચિમ બેઠકની સેન્સ દરમિયાન જૂથવાદ સામે આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવેદારરીનથી કરી છતા તેમનુ નામ સામે આવતા વિવાદ થયો છે. ભાજપનું એક જૂથ સેન્સ પ્રક્રિયા દબાણપૂર્વક ચાલતી હોવાનો ગણગણાટ કરી રહ્યુ છે.

રાજકોટ પશ્ચિમ બેઠકની ભાજપની સેન્સ પ્રક્રિયામાં જુથવાદ, વિજય રૂપાણીએ દાવેદારી ન કરી હોવા છતા નામ સામે આવતા વિવાદ
રાજકોટ પશ્ચિમ બેઠકને લઈને વિવાદ

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેમા ભાજપે મૂરતિયાઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. જેમા સૌરાષ્ટ્રનો ગઢ ગણાતી રાજકોટ પશ્ચિમની બેઠક પર સેન્સ દરમિયાન જૂથવાદ સામે આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવેદારી નથી કરી છતા તેમનુ નામ સામે આવતા વિવાદ થયો છે. જેમા ભાજપનું એક જૂથ સેન્સ પ્રક્રિયા દબાણપૂર્વક ચાલતી હોવાનો ગણગણાટ કરી રહ્યુ છે. વિધાનસભામાં આવતા વોર્ડના હોદ્દેદારોને ફરજિયાત સેન્સ આપવા દબાણ કરાતુ હોવાનો ગણગણાટ સામે આવ્યો છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ સહિતના વિધાનસભા 69ના દાવેદારો દ્વારા નિરીક્ષકો સુધી વાત પહોંચાડવામાં આવી હતી.

આજે નિરીક્ષકો દ્વારા રાજકોટ પશ્ચિ બેઠક પર સેન્સ લેવામાં આવી હતી. જેમા પહેલુ નામ વિજય રૂપાણીનું નામ સામે આવ્યુ હતુ. રાજકોટ પશ્ચિમ બેઠકને લઈને ભાજપના નેતા નીતિન ભારદ્વાજે કહ્યુ કે વિજય રૂપાણી ચૂંટણી લડે તેવી કાર્યકરોની લાગણી અને માગણી છે. જો કે રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ખુદ વિજય રૂપાણીએ દાવેદારી નહીં કરે તેમ જણાવ્યુ હતુ. રાજકોટ પશ્ચિમ બેઠકની સેન્સ પ્રક્રિયામાં વિજય રૂપાણી દાવેદારી નહીં કરે તેમ જણાવ્યુ છે. પાર્ટી જે કામગીરી સોંપશે તે કરવાની તૈયારી દર્શાવી છે.

રાજકોટ પશ્ચિમ બેઠક સૌરાષ્ટ્રની સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી બેઠક છે. જેમા સૌથી વધુ દાવેદારો રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્ય બેઠકો માટે આવ્યા છે. રાજકીય સમીકરણને જોતા રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામની સેન્સ આવે છે કે કેમ તે પણ મોટો સવાલ છે.

Published On - 11:40 pm, Fri, 28 October 22

Next Video