Gram Panchayat Election: સુરત જિલ્લામાં મતદાન શરૂ, જિલ્લાના 9 તાલુકાની 407 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી

| Edited By: | Updated on: Dec 19, 2021 | 8:08 AM

Gram panchayat elections: ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ રાજ્યમાં જામી ચુક્યો છે. આજે સુરત જિલ્લાના ગામડાઓમાં ગ્રામજનો મતદાન કરવા પહોંચ્યા છે.

Gram Panchayat Election: ગુજરાતમાં આજે ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. તો સુરતમાં (Surat) મતદાન શરુ થઇ ગયાના અહેવાલ સામે આવ્યા છે. ઓલપાડ સહિત સુરત જિલ્લામાં મતદાન શરુ થઇ ગયું છે. જણાવી દઈએ કે સુરત જિલ્લાના 9 તાલુકાની 407 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી હતી છે. ત્યારે 391 બેઠકો પર સરપંચ અને 2539 વોર્ડ સભ્યોની ચૂંટણી સુરતમાં યોજાઈ છે. વાત કરીએ જિલ્લાની તો સુરત જિલ્લામાં 406110 પુરૂષો અને 394205 મહિલાઓ અને અન્ય 7 એમ કુલ 800322 મતદારો છે. આ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સરપંચ અને સભ્યોનું ભવિષ્ય નક્કી કરશે.

તો સુરત જિલ્લાના ગામોમાં વહેલી સવારથી મતદાન મથક પર લોકોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતાનો મત આપવા ઉત્સાહભેર આવતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આજે કેટલા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે એતો સાંજે જ ખ્યાલ આવશે.

જણાવી દઈએ કે રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામશે. રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયત માટે 19 ડિસેમ્બર સવારે 8 વાગે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કુલ 27 હજાર 200 સરપંચોનું ભાવિ નક્કી થશે. તો 1 લાખ 19 હજાર 998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે. મતદારોની વાત કરીએ તો, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરૂષ મતદારો અને 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

 

આ પણ વાંચો: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન, 27 હજારથી વધુ સરપંચના ઉમેદવારોનું આજે ભાવિ નક્કી થશે

આ પણ વાંચો: Ahmedabad: રખડતા ઢોર નિયંત્રણ વિભાગ વિવાદમાં, ગાયો છોડી મુકવા લાંચ માગ્યાનો માલધારીઓનો આક્ષેપ