Banaskantha: ધાનેરાના MLA નાથા પટેલે કર્યું મતદાન, EVM અને બેલેટ પેપરને લઈને આપ્યું આ નિવેદન

|

Dec 19, 2021 | 11:57 AM

Gram Panchayat Election: ગ્રામ પંચાયત ચૂંટણીમાં ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલે પોતાના અધિકારનો ઉપયોગ કર્યો. તેમજ તેમણે EVM અને બેલેટ પેપરને લઈને કહી આ વાત.

Gram panchayat election: બનાસકાંઠાના ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમણે પોતાના ગામ ધાખામાં લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યુ હતુ. નાથા પટેલે પણ સુખરામ રાઠવાના સૂરમાં સૂર પુરાવ્યો. તેમણે કહ્યુ કે, વિધાનસભા અને લોકસભામાં પણ બેલેટ પેપરથી મતદાન કરાવવું જોઇએ. તેમણે કહ્યું કે EVM સામે જે શંકા કુશંકા ઉભી થઇ છે. એવા સમયે સરકારે આ બેલેટ પેપરથી મતદાન કરાવવું જોઈએ.

તમને જણાવી દઈએ કે છોટાઉદેપુરમાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પણ મતદાન કર્યું. કવાંટ તાલુકાના જામલી ગામે સુખરામ રાઠવાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન બાદ સુખરામ રાઠવાએ કહ્યું કે, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ બેલેટ પેપરથી થવી જોઈએ. તો આ વાતને નાથા પટેલે પણ ટેકો આપ્યો.

બનાસકાંઠામાં સાંસદ પરબત પટેલે પોતાના વતનમાં મતદાન કર્યું છે. સવારે તેઓ થરાદ તાલુકાના ભાચર ગામે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ગામના વિકાસ માટે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સાથે જ તેમણે લોકોને પણ અપીલ કરી કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેઓ મતદાન કરે.

જણાવી દઈએ કે રાજકોટ જિલ્લામાં જસદણના વીંછીયામાં ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન બાદ કુંવરજી બાવળિયાએ કટાક્ષ કર્યો હતો કે, કમળો હોય તેને પીળું જ દેખાય તેને વિકાસ ન દેખાય. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં કેટલાક એવા ઉમેદવાર પણ છે જેને હંમેશા ટીકા જ આવડે છે. જો કે, વીંછીયાની પ્રજા શાણી અને સમજુ છે તેઓ પોતાના સારા સરપંચને ચૂંટી લેશે.

 

Next Video