Narmada ડેમમાંથી પાણી છોડાતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ગોરા ઘાટ પાણીમાં ગરકાવ

|

Aug 18, 2022 | 7:55 PM

નર્મદા ડેમના(Narmada Dam) 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.જયારે રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન મારફતે 44,638 ક્યુસેક નદીમાં છોડાયું છે

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે નર્મદામાં (Narmada) પાણીની પુષ્કળ આવક થઈ છે. ગુજરાતના(Gujarat) સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને 5 લાખ 45 હજાર 379 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું છે.  જેના પગલે નર્મદા પરનો ગોરા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. જો કે ગોરાઘાટમાં કરવામાં આવતી નર્મદા મૈયાની આરતી ભારતી આશ્રમમાં કરવામાં આવી રહી છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે..સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.56 મીટર પર પહોંચી છે.જયારે પાણીની આવક 6,24,047 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા ડેમમાં પાણીની આવક વધી છે.

નર્મદા ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.જયારે રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન મારફતે 44,638 ક્યુસેક નદીમાં છોડાયું છે..હાલ નર્મદા ડેમમાંથી કુલ જાવક 5,62,951 ક્યુસેક અને ડેમમાં લાઈવ સ્ટોકની સ્થિતિ 4474.6 MCM છે.

Next Video