ગઢડાનું સુપ્રસિદ્ધ ગોપીનાથજી મંદિર ફરી કેમ આવ્યુ વિવાદમાં? આચાર્ય અજેન્દ્ર પ્રસાદ માટે ક્યા સ્વામીએ કહ્યા અપશબ્દો? જુઓ વીડિયો

બોટાદનું પ્રસિદ્ધ ગોપીનાથજી મંદિર ફરી વિવાદમાં આવ્યુ છે. આચાર્ય અજેન્દપ્રસાદ માટે આ સ્વામીના નિવેદનથી સાંખ્યયોગી બહેનોમાં ભારે રોષ ફેલાયો છે. તેમણે અપશબ્દો કહેનારા સ્વામી સામે વહીવટમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.

| Updated on: Mar 23, 2024 | 8:29 PM

બોટાદના પ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવન સ્વામી પર ફરી કૌભાંડનો આરોપ લાગ્યો છે. હરજીવન સ્વામીએ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ વિરુદ્ધ વાપરેલા અપશબ્દોથી રોષનો માહોલ છે. સંસ્થાની સાંખ્યયોગી બહેનોએ પત્રકાર પરિષદ યોજી બે દિવસ પહેલા પણ આચાર્યના મુદ્દે મંદિરના ચેરમેન, સંતો અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

મંદિરની ચેરમેન હરજીવન સ્વામીએ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ માટે વારંવાર પદભ્રષ્ટ આચાર્ય સંબોધન કરતા મામલો વણસ્યો હતો અને ચેરમેન હરજીવન સ્વામી માફી નહીં માગે તો આગામી સમયમાં ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાધુઓના જૂથ વચ્ચેના આતંરિક કલેશમાં આચાર્યનું નામ ઢસડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આરોપ પણ લાગ્યો છે.

વડતાલ તાબા હેઠળના ગઢડા ગોપીનાથજી મંદિરના વહીવટદારો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમા મંદિરમાં ગૌશાળા, ભોજનશાળા અને ઉતારાની વ્યવસ્થા ખાડે ગઈ હોવાનો આરોપ છે.

સાંખ્યયોગી અલ્પાબેનના આક્ષેપ મુજબ મંદિરના વહીવટકર્તા હરજીવનસ્વામી મંદિરમાં લાખો રૂપિયાનો કૌભાંડ કરી રહ્યા છે. ગૌશાળામાં ગઢપુર મંદિરની 200 વર્ષથી લક્ષ્મીવાડીમાં ગાયો રહેતી હતી એ ગાયોને ભક્તિબાગમાં લઈ જવામાં આવી છે. ત્યાં ગાયોનુ સારી રીતે જતન પણ કરવામાં ન આવતુ નથી. તેમને પુરતો ઘાસચારો આપવામાં આવતો નથી. ગાયોના નામે કરોડો રૂપિયા ચાંઉ કરી જવાનો આરોપ પણ લગાવ્યો છે. હરજીવન સ્વામી સામે તમામ સાંખ્ય યોગી બહેનોએ અજેન્દ્ર પ્રસાદ સામે કરેલા અપશબ્દો બદલ માફીની માગ કરી છે અને જો તેઓ માફી નહીં માગે તો નારી શક્તિ તેમની વિરુદ્ધ આંદોલન છેડશે.

Input Credit- Brijesh Sakariya- Gadhadha

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની ત્રણ બેઠકોને લઈને ભાજપમાં ફસાયો પેચ, અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં કોના નામો છે ચર્ચામાં- જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:29 pm, Sat, 23 March 24