ગોપાલ ઈટાલિયાનો ઈન્દ્રનિલ પર આરોપ, CM પદનો ચહેરો જાહેર ન કરાતા છોડી પાર્ટી

ગોપાલ ઈટાલિયાનો ઈન્દ્રનિલ પર આરોપ, CM પદનો ચહેરો જાહેર ન કરાતા છોડી પાર્ટી

| Edited By: | Updated on: Nov 04, 2022 | 11:03 PM

Rajkot: ગોપાલ ઈટાલિયાએ ઈન્દ્રનિલ રાજ્યગુરુના આમ આદમી પાર્ટી છોડવા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે ઈન્દ્રનિલ રાજ્યગુરુ પર આરોપ લગાવ્યો છે કે તેમને સીએમ પદનો ચહેરો આમ આદમી પાર્ટી તરફથી બનાવવામાં ન આવતા તેમણે પાર્ટીને અલવિદા કર્યુ છે.

ઈન્દ્રનિલ રાજ્યગુરુના આમ આદમી પાર્ટીથી છેડો ફાડવા અંગે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો છે કે એમને સીએમ પદના ઉમેદવાર ન બનાવાતા પાર્ટી છોડવાનું નક્કી કર્યુ. ઈટાલિયાએ આરોપ લગાવ્યો કે ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ આપ પાસે 15 ટિકિટની માગ કરતા હતા. 15 ટિકિટ તેમને આપવામાં આવે અને એ ટિકિટો ઈન્દ્રનિલ ફાળવે તેવુ આમ આદમી પાર્ટી પર દબાણ કરતા હતા. ગોપાલ ઈટાલિયાએ સ્પષ્ટપણે જણાવ્યુ કે ઈન્દ્રનિલ ઈચ્છતા હતા કે તેમને સીએમ પદનો ચહેરો બનાવવામાં આવે આવે 15 ટિકિટો તેમને ફાળવવામાં આવે. આ બે બાબતોને લઈને તેમની નારાજગી હતી.

ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યુ કે આમ આદમી પાર્ટીએ નક્કી કરેલુ ગુજરાતની જનતા જે નક્કી કરશે, જનતા જેને પ્રેમ આપશે અને જે કંઈપણ નિર્ણય લે શે એ વ્યક્તિને આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવામાં આવશે. જનતાનો પ્રેમ હંમેશાથી ખેડૂત પુત્ર ઈસુદાન ગઢવી સાથે રહ્યો છે. આજે જ્યારે ઈન્દ્રનિલ રાજ્યગુરુને જાણ થઈ કે સીએમ પદનો ચહેરો નથી તેમને બનાવવામાં નથી આવતો ત્યારે એમણે એમનો નિર્ણય લીધો છે.

15 ટિકિટ માગવાના દબાણ અંગે પણ ઈટાલિયાએ જણાવ્યુ આપ જ્યારે તેમના દબાણને વશ ન થઈ ત્યારે તેમણે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી લીધી છે.

આપને જણાવી દઈએ રાજભા ઝાલાએ આપ પાર્ટી પર ઈન્દ્રનિલ રાજ્યગુરુનો માત્ર આર્થિક રીતે જ ઉપયોગ કરાયો હોવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યુ કે સૌરાષ્ટ્રની દરેક સભા માટે ઈન્દ્રનિલ ભાઈએ પૈસા ખર્ચ્યા છે. આપે માત્ર આર્થિક રીતે જ તેમનો ઉપયોગ કર્યો છે.