Gujarati Video : કાલોલ તાલુકાના એરાલ ગામમાં SOGના દરોડા, બે બોગસ ડૉક્ટર સકંજામાં, હજારોનો દવાનો જથ્થો કર્યો જપ્ત

|

Aug 06, 2023 | 2:20 PM

પંચમહાલના કાલોલ તાલુકાના એરાલ ગામમાંથી બોગસ તબીબ ઝડપાયા છે. એરાલ ગામમાં SOGના દરોડામાં ડિગ્રી વગર દવાખાનાની હાટડી ચલાવનાર બે બોગસ તબીબ ઝડપાયા છે.

Godhra : પંચમહાલના કાલોલ તાલુકાના એરાલ ગામમાંથી બોગસ તબીબ ઝડપાયા છે. એરાલ ગામમાં SOGના દરોડામાં ડિગ્રી વગર દવાખાનાની હાટડી ચલાવનાર બે બોગસ તબીબ ઝડપાયા છે. બન્ને શખ્સો મૂળ બંગાળના વતની હોવાનું સામે આવ્યું છે. કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી વગર બન્ને ઝોલાછાપ ડૉક્ટરો ગ્રામીણ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હતા.

આ પણ વાંચો : Panchmahal : ગોધરાના નદીસર ગામે વિકાસના કામોમાં રૂ.48.19 લાખના ભ્રષ્ટાચાર મામલે તલાટીની ધરપકડ, જુઓ Video

બ્લોક હેલ્થ ઓફિસરને સાથે રાખીને SOGએ પાડેલા દરોડામાં બન્ને ડૉક્ટરનો પર્દાફાશ થયો હતો. રૂપિયા 67 હજારથી વધુની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

બોગસ ડોક્ટરે ઈન્જેક્શન આપતા બાળકનું મોત

આ અગાઉ સાબરકાંઠાના પોશીનાના કોટડા ગઠીમાંમા બોગસ ડોક્ટરે ઈન્જેક્શન આપતા બાળકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ હતુ. ડિગ્રી વગરના ડોક્ટરે બાળકને ઈન્જેક્શન આપતા 2 વર્ષના બાળકનું મોત થયુ હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video