Ahmedabad: ધોલેરાના મહાદેવપુરા ગામમાં પાણી માટે બેડાયુદ્ધ, ‘પાણી આપો અથવા ઝેર આપો’ના ગ્રામજનોના નારા

|

May 15, 2022 | 10:16 AM

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામમાં પાણીની અછતના (Water crisis)કારણે લોકો પરેશાન છે. પાણીની તીવ્ર અછતને લઈ ગામલોકો પાણી આપો અથવા ઝેરી દવા આપોના નારા સાથે વિરોધ કરતા જોવા મળ્યા.

ઉનાળો (Summer 20222) આવતા જ પાણી માટે યુદ્ધ શરુ થઇ ગયા છે. અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોલેરામાં પાણી માટે મહિલાઓ મારામારી પર ઉતરી આવી હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ધોલેરાના લોકો પાણીની અછતના (Water Crisis) કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ધોલેરા (Dholera) તાલુકાના દરિયાકાંઠાના મહાદેવપુરા ગામે પાણીની તીવ્ર અછતને લઈ ગ્રામજનો પાણી આપો અથવા ઝેરી દવા આપોના નારા સાથે આકરા પાણીએ જોવા મળ્યા હતા. પાણી સમસ્યાનું કાયમી નિવારણ માટેની ગ્રામજનોએ માગ કરી છે.

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામમાં પાણીની અછતના કારણે લોકો પરેશાન છે. પાણીની તીવ્ર અછતને લઈ ગામલોકો પાણી આપો અથવા ઝેરી દવા આપોના નારા સાથે વિરોધ કરતા જોવા મળ્યા. પાણીની સમસ્યાનું કાયમી નિવારણ કરવા માટેની માગણી કરી છે. 2500ની વસ્તી ધરાવતા ગામમાં 10કે 12 દિવસે માંડ એકવાર અડધો કલાક માટે પાણી આપવામાં આવે છે. આ ગામમાં લોકોને પશુધન માટે પણ પાણી આપવાનું અઘરુ બન્યુ છે.

જો કે, ગામના પંપમાં પાણી ન હોવાથી ગામલોકો આજુબાજુના ખાડામાંથી દૂષિત પાણી ભરવા મજબૂર બન્યા છે. આ ખાડાઓમાં પશુઓ પણ પાણી પીવે છે. ત્યારે ના છૂટકે દૂષિત પાણી પીવાનો વારો ગ્રામજનોને આવ્યો છે. આ પાણી પીવાથી લોકો બીમારીના ભોગ બની રહ્યા છે. તો વાપરવાથી ચામડીના રોગ થઈ રહ્યા છે. પાણી માટે ગામની મહિલાઓ એકબીજા સાથે જ મારામારી પર ઉતરી આવી હોય તેવી પણ ઘણી ઘટના બની છે. ત્યારે હવે અહીંના ગ્રામજનોની પાણીની સમસ્યાનું નિવારણ જલ્દી થાય તે જરુરી બન્યુ છે.

Published On - 9:44 am, Sun, 15 May 22

Next Video