Ahmedabad: મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડાવાશે ઉનાળું સાપ્તાહિક વિશેષ ટ્રેન

ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેનમાં મુસાફરો જનરલ ટિકિટ પર મુસાફરી કરી શકશે.

Ahmedabad: મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડાવાશે ઉનાળું સાપ્તાહિક વિશેષ ટ્રેન
Symbolic image
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 14, 2022 | 6:45 PM

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરો (Passenger) ની સુવિધા માટે અમદાવાદ  (Ahmedabad) આગ્રા (Agra) કેન્ટની વચ્ચે ઉનાળું  સાપ્તાહિક વિશેષ ટ્રેન (Summer Special Train) દોડાવવાનું નક્કી કર્યું છે. જેમાં 14 ટ્રીપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેનમાં મુસાફરો જનરલ ટિકિટ પર મુસાફરી કરી શકશે. અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સા. સ્પેશિયલ ટ્રેન 14 ફેરા મારશે. અમદાવાદ-પટના વચ્ચેને સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન બાદ વધુ એક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે.

સ્પેશિયલ ટ્રેન અંગેની વિગતો નીચે મુજબ છે

ટ્રેન નંબર 04168/ 4167 અમદાવાદ-આગ્રા કેન્ટ-અમદાવાદ સા. સ્પેશિયલ ટ્રેન 14 ફેરા મારશે. ટ્રેન નંબર 04168 અમદાવાદ – આગ્રા કેન્ટ સ્પેશિયલ 16 મે થી 27 જૂન 2022 સુધી અમદાવાદથી દર સોમવારે 15:05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06:30 કલાકે આગ્રા કેન્ટ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 01467 આગ્રા કેન્ટ – અમદાવાદ સ્પેશિયલ તારીખ  15 મે થી 26 જૂન 2022 સુધી આગ્રા કેન્ટથી દર રવિવારે 20:20 કલાકે ઉપડીને બીજા દિવસે 11:00 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, રૂપબાસ અને ફતેહપુર સિકરી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 04168 માટે બુકિંગ 15 મે, 2022 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી ની  વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેનમાં મુસાફરો જનરલ ટિકિટ પર મુસાફરી કરી શકશે. ટ્રેનના સંચાલનના સમય, વિરામ  અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

આ અગાઉ મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા અમદાવાદ અને પટના વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે (railway)ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આ વિશેષ ટ્રેન અઠવાડિયામાં એક વખત ટ્રીપ કરશે. દર સોમવારે અમદાવાદથી સવારે  ઉપડશે અને મંગળવારે રાત્રે પટના પહોંચશે. પટનાથી રાત્રે જ રીટર્ન થશે અને ગુરુવારે બપોરે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-પટના સાપ્તાહિક વિશેષ ટ્રેન 14 ફેરા કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">