ગીરસોમનાથ: નેતાઓના ઘર પણ નથી સુરક્ષિત, પ્રશ્નાવડા ગામે ભાજપ નેતાના ઘરે 21 લાખના મુદ્દામાલની ચોરી- વીડિયો

| Edited By: | Updated on: Nov 09, 2023 | 6:45 PM

ગીરસોમનાથ: તસ્કરો હવે નેતાઓને પણ છોડી નથી રહ્યા અને નેતાઓના ઘરને પણ નિશાન બનાવી ખાતર પાડી રહ્યા છે. સૂત્રાપાડાના તાલુકાના પ્રશ્નાવાડા ગામે તસ્કરો ભાજપ નેતાના ઘરે ત્રાટક્યા અને રોકડ તેમજ દાગીના સહિત 21 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા.

ગીરસોમનાથ: રાજ્યમાં તસ્કરો હવે નેતાઓના ઘરને પણ છોડતા નથી. ભાજપની સરકારમાં ભાજપના જ નેતાઓને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. ઘટના છે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામની. જ્યાં બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કેશુ જાદવના ઘરમાં તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપીને પલાયન થઈ ગયા હતા. દિવાળીના દિવસો દરમિયાન તસ્કરો જાણે સક્રિય બન્યા હોય તે રીતે સુત્રાપાડા શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે.

ચોરીની સમગ્ર ઘટના સામે આવતા સુત્રાપાડા પોલીસે રોકડ અને સોનાના દાગીના મળીને કુલ 21 લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવી છે. કોઈ જાણભેદુના ઈશારે ચોરીની ઘટનાને અંજામ અપાયો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ અનુમાન લગાવાઈ રહ્યુ છે. હાલ પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: 2023ના વર્ષમાં ગરમીએ તોડ્યો વિક્રમ, ગ્લોબલ વોર્મિગ હજુ પણ મચાવશે તબાહી

આ અગાઉ મહેસાણાના જોટાણાના તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરમાં 44 લાખની મત્તાની ચોરી થઈ હતી. 5 જેટલા લૂંટારૂઓ ધોળા દિવસે પિસ્તોલ અને ચાકુની અણીએ ચોરીને અંજામ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે 25 સપ્ટેમ્બરે બપોરના સમયે ઘરમાં ત્રણ મહિલાઓ અને 2 બાળકો આરામ કરી રહ્યા હતા તે સમયે 5 લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને લૂંટને અંજામ આપ્યો હતો.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો