Girsomanth : જિલ્લામાં મેઘરાજા મહેરબાન, જામવાળાનો શિંગોડા ડેમ છલકાયો

|

Sep 14, 2022 | 8:40 AM

આ ડેમનું પાણી ખેડૂતો માટે તેમજ વન્ય પ્રાણી અને પક્ષીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે ડેમ ભરાતા વન્ય પ્રાણીઓ, પક્ષીઓ સહિત લોકોને પીવાના પાણીની તેમજ ખેતી માટે સિંચાઇના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે.

ગીર સોમનાથમાં  (Gir somanth) છેલ્લા કેટલાક દિવસથી વરસાદી  (Rain) વાતાવરણ યથાવત છે અને ગીર સોમનાથના ગ્રામ્ય પંથકમાં થઈ રહેલા વરસાદને કારણે જંગલની  (Gir Forest) વનરાજી ખીલી છે સાથે સાથે જામવાળામાં આવેલો શિંગોડા ડેમ પણ છલકાઈ ગયો છે. શિંગોડા ડેમ છલકાવાને પગલે હાલમાં ડેમનો એક દરવાજો ખોલી દેવામાં આવ્યો છે. જિલ્લાના સૂત્રાપાડા તેમજ અન્ય તાલુકામાં પણ બફારા અને ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો હતો અને સૂત્રાવાડામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો

ડેમ ભરાઈ જતા ડેમનો એક દરવાજો 1 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે. આ ડેમનું પાણી ખેડૂતો માટે તેમજ વન્ય પ્રાણી અને પક્ષીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે ડેમ ભરાતા વન્ય પ્રાણીઓ, પક્ષીઓ સહિત લોકોને પીવાના પાણીની તેમજ ખેતી માટે સિંચાઇના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે.

સૂત્રાપાડામાં બફારા બાદ વરસાદ

જિલ્લાના સૂત્રાપાડા તેમજ અન્ય તાલુકામાં પણ બફારા અને ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાયો હતો અને સૂત્રાવાડામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સૂત્રાપાડા તેમજ આસપાસના પ્રશ્નાવડા, વડોદરા ઝાલા, વાવડી તથા કોડીનાર, વેરાવળ તેમજ તાલાળા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો હતો. ખેડૂતો આ પ્રકારના વરસાદથી આનંદિત થઈ ગયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે આ પ્રમાણસરના વરસાદથી ખેતીમાં ફાયદો થશે, પરંતુ જો હવે વધારે વરસાદ આવશે તો પાકને નુકસાન થઈ શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનનો 109.48 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ કચ્છમાં 170.47 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 115.67 ટકા વરસાદ, પૂર્વ મધ્યમાં 90.21 ટકા સીઝનનો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 100.84 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

Next Video