Girnar Lili Parikrama : 15 કલાક વહેલા ગિરનારની લીલી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ, લાખો ભાવિકો ઉમટ્યા, જુઓ Video
જૂનાગઢની વિશ્વપ્રસિદ્ધ લીલી પરિક્રમાને લઈને ભક્તોમાં આગવો ઉત્સાહ જોવા મળે છે. આજે ભક્તોની આતૂરતાનો અંત આવ્યો છે. ગિરનારની લીલી પરિક્રમાનો આજે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. લીલી પરિક્રમાનો પ્રારંભ થતા જ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે.
જૂનાગઢની વિશ્વપ્રસિદ્ધ લીલી પરિક્રમાને લઈને ભક્તોમાં આગવો ઉત્સાહ જોવા મળે છે. આજે ભક્તોની આતૂરતાનો અંત આવ્યો છે. ગિરનારની લીલી પરિક્રમાનો આજે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. લીલી પરિક્રમાનો પ્રારંભ થતા જ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે.
15 કલાક વહેલી શરુ થઈ યાત્રા
મહત્વની બાબત છે કે પરંપરા મુજબ ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ મધ્યરાત્રિથી થવાનો હતો. જોકે, પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે વહેલો પ્રવેશ આપવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે લીલી પરિક્રમાં નિર્ધારિત સમય કરતા 15 કલાક વહેલી પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓમાં પરિક્રમાનો મહિમા એટલો વધારે છે કે આજે મધ્યરાત્રિથી જ વિધિવત શરુઆત કરવામાં આવી છતા પણ લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યાં છે.
‘જય ગિરનારી’ ના નાદ સાથે શ્રદ્ધાળુઓએ પ્રારંભ કરી પરિક્રમાં
મળતી માહિતી અનુસાર પરિક્રમાની શરુઆત દરમિયાન યાત્રિકોની ભીડ વધારે પ્રમાણમાં વધતા ઈટવા ગેટ ખોલવામાં આવ્યો હતો. ગેટ ખૂલતાં જ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘જય ગિરનારી’ અને ભક્તિના નાદ સાથે શ્રદ્ધાળુઓએ યાત્રાની શરુઆત કરી હતી. જો કે વહીવટી તંત્ર, ફોરેસ્ટ અને પોલીસ વિભાગે જ પ્રવેશ આપ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો આવવાનો અંદોજો વહીવટી તંત્રને હોવાથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈપણ દુર્ઘટના ન બને તે પ્રકારની તૈયારીઓ વન વિભાગ, પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગિરનાર લીલી પરિક્રમા માટે જૂનાગઢ તૈયાર, શ્રદ્ધાળુઓ માટે સૂચનાઓ અને સુરક્ષા વ્યવસ્થા કેવી છે જુઓ Video
