ગીર સોમનાથ : પ્રાચી તીર્થનું અસ્તિત્વ ખતરામાં ! સરસ્વતી કુંડનું પાણી થયું પ્રદૂષિત

| Edited By: | Updated on: Dec 25, 2023 | 11:48 PM

ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું હતું. તે પ્રાચી તીર્થ હવે માત્ર ગંદકીનું પર્યાય બન્યું છે. વહીવટી તંત્ર સ્વચ્છતા અભિયાનના નામે ફોટા પડાવી રહ્યું છે અને ગીર સોમનાથ સંપૂર્ણ સ્વચ્છ હોવાનો દાવો કરી રહ્યું છે. ત્યારે અહીં પરિસ્થિતિ કંઇક જુદી જ જોવા મળી રહી છે.

ગીર સોમનાથના પ્રાચી તીર્થનું અસ્તિત્વ ખતરામાં હોય તેવું લાગી રહ્યું છે. તીર્થમાં સરસ્વતી નદી સંપૂર્ણ રીતે પ્રદૂષિત થઇ હોવાથી હજારો માછલાઓના મોત થયા છે. તો, દરરોજ અનેક પક્ષીઓ પણ મરી રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ છે.

આ પણ વાંચો ગીરસોમનાથ: પ્રભાસતીર્થમાં ગીતા જયંતિની ભક્તિભાવ પૂર્વક કરાઈ ઉજવણી- જુઓ તસ્વીરો

ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું હતું. તે પ્રાચી તીર્થ હવે માત્ર ગંદકીનું પર્યાય બન્યું છે. વહીવટી તંત્ર સ્વચ્છતા અભિયાનના નામે ફોટા પડાવી રહ્યું છે અને ગીર સોમનાથ સંપૂર્ણ સ્વચ્છ હોવાનો દાવો કરી રહ્યું છે. ત્યારે અહીં પરિસ્થિતિ કંઇક જુદી જ જોવા મળી રહી છે. લાખો શ્રદ્ધાળુઓ પિતૃઓના શ્રાદ્ધ માટે પ્રાચી તીર્થના મોક્ષ પીપળે પાણી રેડવા આવે છે અને સરસ્વતી નદીના કુંડમાં ડુબકી લગાવે છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો