ગીર સોમનાથ : એહમદપૂર માંડવી ચેક પોસ્ટ પર ACB અચાનક ત્રાટકી, લાંચ લેતા પોલીસકર્મીઓને ઝડપ્યા

|

Dec 31, 2023 | 12:09 PM

ઊના પોલીસની એહમદપૂર માંડવી ચેક પોસ્ટ પર ACB અચાનક મોડી સાંજે ત્રાટકી હતી. ચેકપોસ્ટ પર 31 ડિસેમ્બર પર ભારે ટ્રાફીક રહેતો હોય છે. આ તકનો ફાયદો ઉઠાવી ફરજ પરના પોલીસ લાંચ લેતા હોવાની ફરિયાદ થતાં ACBએ ઓપરેશન હાથ ધર્યુ હતું.

31 ડિસેમ્બરની ઉજવણીમાં લોકો ભાન ન ભૂલે તે માટે રાજ્યની પોલીસ સતર્ક છે. તો બીજી બાજુ પોલીસ જ આ તકનો ફાયદો ઉપાડી ભ્રષ્ટાચાર આચરતી હોવાની ચર્ચાએ ગીરસોમનાથમાં પોલીસને દોડતી કરી છે. ઊના પોલીસની એહમદપૂર માંડવી ચેક પોસ્ટ પર ACB અચાનક મોડી સાંજે ત્રાટકી હતી. ચેકપોસ્ટ પર 31 ડિસેમ્બર પર ભારે ટ્રાફીક રહેતો હોય છે.

આ તકનો ફાયદો ઉઠાવી ફરજ પરના પોલીસ લાંચ લેતા હોવાની ફરિયાદ થતાં ACBએ ઓપરેશન હાથ ધર્યુ હતું.ત્રણથી વધુ ખાનગી કારમાં ACBનો સ્ટાફ પહોંચ્યો હતો.અને ACBએ મુખ્ય લાંચ માગનારા સહિતના લોકોને ઝડપી પાડ્યા હતા. જો કે આ કાર્યવાહી દરમિયાન બાકીનો પોલીસ સ્ટાફ ચેક પોસ્ટ છોડી નાસી ગયો હતો. ACB આરોપીઓને લઈને દીવ પહોંચી હતી. જો કે હજુ ACBએ સત્તાવાર કોઈ માહિતી પુરી પાડી નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video