Gir Somnath: આલિદર ગામમાં મોર્નિંગ વોક માટે આવી ચઢ્યા વનરાજા, જુઓ વીડિયો

|

Jul 09, 2022 | 8:37 PM

ગીર સોમનાથ જિલ્લાના  કોડીનારના (Kodinar) આલિદર ગામે સિંહ ગામમાં લટાર મારતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. એક સ્થાનિક ઘરના દરવાજા પાસે ઉભા રહીને સિંહને જોતા હતા અને વનરાજા પોતાની મસ્તીમાં લટાર મારતા મારતા ગામમાં ફરીને જગંલ તરફ નીકળી ગયા હતા.

ગીર સોમનાથ (Gir somnath) તેમજ અમરેલી જિલ્લાના ધારી જેવા વિસ્તારમાં સિંહ લટાર મારી જતા હોય છે અને સિંહ તથા તેનો પરિવાર ફરતો હોય તેવા વીડિયો પણ અવારનવાર વાઈરલ થતાં હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના  કોડીનારના (Kodinar) આલિદર ગામે સિંહ ગામમાં લટાર મારતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. આલિદર ગામમાં વહેલી સવારે આવી ચઢેલા સિંહે થોડી વાર લટાર મારી હતી. ગામના લોકો આ દ્રશ્ય જોઈને નવાઈ પામી ઉઠ્યા હતા. જોકે વહેલી સવારે વધારે માનવવસ્તી ન હોવાથી સિંહે નચિંત થઈને ગામમાં મોર્નિંગ વોક કર્યું હતું. તો જાણે સિંહને નજીકથી જાણતા હોય તેમ એક સ્થાનિક ઘરના દરવાજા પાસે ઉભા રહીને સિંહને જોતા હતા અને વનરાજા પોતાની મસ્તીમાં લટાર મારતા મારતા ગામમાં ફરીને જગંલ તરફ નીકળી ગયા હતા.

નોંધનીય છે કે થોડા સમય પહેલા અમરેલીમાં સિંહ પરિવાર ગામમાં પ્રવેશ કરતો હોય તેવો વીડિયો પણ વાઈરલ થયો હતો. તે વીડિયોમાં જોવા મળ્યું હતું કે એક પછી એક સિંહ દિવાલની છલાંગ લગાવી અન્ય વિસ્તાર તરફ જઈ રહ્યા છે. જો કે આ તરફ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે વનવિભાગના પેટ્રોલિંગના અભાવે સિંહો ગામડામાં ઘૂસી જતા હોય છે.  ગીર સોમનાથ એ સિંહના ઘર જેવું છે અને અહીં તો સિંહના ટોળેટોળાં જોવા મળે છે. તાજેતરમાં જ ગીર સોમનાથનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં આબાં વાડિયામાં સિંહનું મોટું ટોળું જોવા મળી રહ્યું છે. રાત્રિના સમયે આંબાના બગીચામાં 15થી 20 સિંહ એક સાથે જોવા મળતાં કોઈ સ્થાનિકે પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા. જેમાં નર, માદા અને સિંહ બાળ આંબાની વાડીમાં લટાર મારતા જોવા મળ્યા હતા. સિંહ આટલી મોટી સંખ્યામાં જવ્વલે જ જોવા મળતા હોય છે. સિંહ પ્રેમીઓ આવા દ્રશ્યો જોવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે.

Next Video